ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં સરપંચોએ PM મોદીનો સંવાદ સાંભળ્યો - Prime Minister's online address

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પ્રસંગ નિમિતે વડાપ્રધાને વેબ ટેલિકાસ્ટ દ્વારા સવારે 11 કલાકથી દેશની તમામ પંચાયતોને સંબોધન કરેલું હતું. મહેસાણા જિલ્લાની આ તમામ પંચાયતોએ આ સંબોધન લીન્ક પરથી નિહાળ્યું હતું.

મહેસાણા જિલ્લામાં સરપંચોએ વડાપ્રધાનના સંવાદને સાંભળ્યો
મહેસાણા જિલ્લામાં સરપંચોએ વડાપ્રધાનના સંવાદને સાંભળ્યો

By

Published : Apr 24, 2020, 10:29 PM IST

Updated : Apr 25, 2020, 6:43 PM IST

મહેસાણાઃ રાષ્ટ્રીય પંચાયત દિવસ પ્રસંગે જિલ્લાની ગ્રામપંચાયતોએ વડાપ્રધાનનું ઓનલાઇન સંબોધન લીન્ક દ્વારા નિહાળ્યું હતુ.

મહેસાણા જિલ્લામાં સરપંચોએ PM મોદીનો સંવાદ સાંભળ્યો
મહેસાણા જિલ્લાની તમામ પંચાયતો આ સંબોધન નિહાળી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી દ્વારા સંબધિત અધિકારી અને પદાધિકારીઓને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં આ વેબકાસ્ટ દરમિયાન સરકાર દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું હતું.

જેમાં બેચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યા સાથે વડાપ્રધાનની ઓનલાઈન વાતચીત થવાની હતી, પરંતુ અનિવાર્ય સંજોગો વસાત તે શક્ય તો નહોતું બન્યું, પરંતુ તેઓએ પણ વડાપ્રધાનના માર્ગદર્શનને ઓનલાઈન સંબોધનથી સાંભળ્યું હતું.

Last Updated : Apr 25, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details