મહેસાણાઃ કોરોના વાઇરસને પગલે દેશ અને દુનિયામાં હાહાકાર મચેલો છે, ત્યારે સૌ કોઈ નાગરિકો પોતાના રાષ્ટ્રના પ્રશાસન પર ભરોસો રાખી બેઠા છે. જો કે, જનતાનો આ ભરોસો મહેસાણા જિલ્લામાં ઠગારો નિવડતો હોય તેવી સ્થિતિ સામે આવી છે. મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં અત્યાર શુદ્ધિમાં કુલ 42 લોકો કોરોના વાઇરસ થી સંક્રમિત થતા તેઓને સારવાર આપવામાં આવી છે. જેમાંથી 8 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે અને એક 60 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ પણ થયું છે. ત્યારે હાલમાં 34 જેટલા કેસ કોરોના એક્ટિવ છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ છતા ટેસ્ટ લેવા પર અંકુશ મૂકાયો - latest news of mahesana
મહેસાણા જિલ્લામાં અત્યાર શુદ્ધિમાં કુલ 42 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થતા તેઓને સારવાર આપવામાં આવી છે. જેમાંથી 8 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે અને એક 60 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ પણ થયું છે, ત્યારે હાલમાં 34 જેટલા કેસ કોરોના એક્ટિવ રહ્યા છે.
આમ, મહેસાણા જિલ્લોમાં કોરોના સંક્રમિત હોવા છતાં જિલ્લા કલેક્ટરે આદેશ કેરી કોરોના ટેસ્ટના સેમ્પલ લેવા પર અંકુશ મૂકી દઈ પહેલા જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી બાદમાં ટેસ્ટ કરવા સૂચના આપી છે, ત્યારે રોજના 20 ઉપરાંત જે ટેસ્ટ લેવાતા હતા તે ટેસ્ટનો આંક એકા એક શૂન્ય થઈ ગયો છે. કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા છઠિયારડા ગામના તબીબ સહિતના લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા સામેથી માંગ કરવા છતાં તંત્ર તેમના ટેસ્ટ લેવા માટે ઉદાસીન બન્યું છે. ત્યાં બીજી તરફ મોટી સંખ્યામાં વડનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ19ના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા મેડિકલ સ્ટાફ પણ તેમનો સમયાંતરે ટેસ્ટ ન લેવાતા ભયના ઓથાર હેઠળ મૂકાયો છે.
મહત્વનું છે કે, સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ, મહેસાણાના ધારાસભ્ય એવા રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા તંત્રને ટકોર કરી છે કે, જિલ્લામાં કોરોના કેસનો આંક વધવો ન જોઈએ, ત્યારે કલેકટર દ્વારા એકા એક કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ પર અંકુશ લગાવવામાં આવતા ક્યાંકને ક્યાંક મહેસાણા જિલ્લામાં કોરોના અસરગ્રસ્તોની માહિતી માટે ભીનું સંકેલાઈ રહ્યું હોય તેવી આશંકાઓ પ્રવર્તમાન થઈ રહી છે, ત્યારે સેમ્પલ ન ચકાસવામાં આવતા જિલ્લામાં કોરોના સંક્રમિત લોકો અન્યના સંપર્કમાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઇ રહી છે. જે સમગ્ર બાબતે બેચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.