ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં વધુ 2 કેસ પોઝિટિવ, નિવૃત શિક્ષક અને ડૉકટર થયા સંક્રમિત - મહેસાણામાં કોરોના

મહેસાણા જિલ્લામાં પણ કોરોનાએ કહેર વરસાવ્યો છે, ત્યારે જિલ્લામાં વધુ 2 કોરોનાના કેસ પોઝિટિવ નોંધાયા છે. કડીના એક નિવૃત શિક્ષક અને દેલા ગામના અને અમદાવાદ ખાતે રહેતા એક ડૉકટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 થઇ છે.

ETV BHARAT
મહેસાણા જિલ્લામાં વધુ 2 કેસ પોઝિટિવ, નિવૃત શિક્ષક અને ડૉકટર થયા સંક્રમિત

By

Published : May 12, 2020, 10:27 AM IST

મહેસાણાઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, જિલ્લાની બોર્ડર સુરક્ષિત ન રહેતા જિલ્લા બહારથી આવનારા લોકોએ કોરોનાને જિલ્લા સુધી પહોંચાડ્યો છે. જેના કારણે જિલ્લામાં અત્યાર સુધી કુલ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 36 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે, જ્યારે 8 જેટલા કેસ હજૂ પણ એક્ટિવ છે. જેથી તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

તાજેતરમાં કોરોના પોઝિટિવ આવેલા દેલા ગામના ડૉક્ટરને અમદાવાદ ખાતે આઇસોલેટ કરાયા છે, તો કડીના નિવૃત શિક્ષકને ગાંધીનગર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આ બન્ને દર્દીઓના રહેઠાણ અને સંપર્કના સ્થળોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરી તંત્ર દ્વારા સેનિટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details