- કોરોના રસીકરણની કામગીરી પુરજોશમાં જોવા મળી
- મહેસાણા જિલ્લામાં 346 ગામોમાં 100 ટકા રસીકરણ
- જિલ્લામાં 85.80 ટકા પ્રથમ અને 60.0 ટકા બીજો ડોઝ લેનાર લોકો
મહેસાણાઃ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત દેશે 100 કરોડ રસીનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ લક્ષ્યાંક કોવિડ -19 સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહેસાણા જિલ્લામાં કોરોના વેકસીનેશનની(Corona vaccination) કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે શુક્રવારે 12,568 લોકોને રસીકરણ કરાયું છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 346 ગામોમાં 100 ટકા વેકસીનેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 210 ગામો રસીકરણમાં 100 ટકા ને પાર કરી ચુક્યા છે.
જિલ્લામાં 346 ગામોમાં 100 ટકા રસીકરણ
મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના રસીકરણ મામલે જન જાગૃતિ સહિત મહાઅભિયાનના કાર્યક્રમો યોજી નાગરિકોને કોરોના સામેનું રક્ષણ આપવા રસીકરણની કામગીરી કરવામાં આવતા જિલ્લામાં અત્યાર સુધી કુલ 346 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. જ્યારે 210 ગામો માં 100 ટકા થી પણ વધુ રસીકરણ નોંધાયું છે. તો શુક્રવારના દિવસે કુલ 12,568 લોકોએ રસી લીધી છે. જેમાં 947 લોકોએ કોવિશિલ્ડ અને 178 લોકોએ કોવેકશીન રસીના ડોઝ લીધા છે.આ ઉપરાંત રાત-દિવસ કામ કરી રસીકરણની કામગીરીને સરળ બનાવનાર ફ્રન્ટલાઈન વર્કસની (Frontline Works)કામગીરીને બિરદાવવા સમાન છે.
આ પણ વાંચોઃકોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે
આ પણ વાંચોઃ'અંબાણી' અને 'RSSના વ્યક્તિ'ની ફાઇલો મંજૂર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચ ઓફર આવી હતી : મલિક