- છેલ્લા સાત માસમાં ઇંધણના ભાવ શિખર પર
- પેટ્રોલ અને ડીઝલના સદી ફટકારી
- પેસેન્જર અને ગુડ્ઝ વાહનોના માલિકોને કોરોના બાદ પડ્યા પર પાટુ
મહેસાણાઃ મહેસાણા પ્રાંતની પ્રજા ઇંધણના ભાવથી ત્રાહિમામ. છેલ્લા સાત માસમાં સીએનજી(CNG)માં 8.33, પેટ્રોલ(Petrol)માં 14.49 અને ડિઝલ(Diesel)માં 14.18નો ભાવ વધારો થયો છે. મહેસાણા જિલ્લાના પંથકમાં શ્રમજીવી લોકોની મોટી સંખ્યા રહેલી છે. જેમાં કેટલાક લોકો મશીનરી અને વાહન વ્યવસાય સાથે જોડાયેલા છે. તો છેલ્લા બે વર્ષથી કોરોના કાળની મહામારીને લઈ શ્રમજીવીઓના રોજગાર(Employment) પર માઢી અસર વર્તાઈ છે. ત્યારે છેલ્લા સાત માસમાં વધેલા ઇંધણના ભાવોને લઈ સીએનજી, પેટ્રોલ અને ડિઝલ ભાવ વધારો નોંધાતા વાહન ચાલકો અને મશીનરી સંચાલકોને પડ્યા પર પાટુ વાગવા જેવી કપરીસ્થિતિ ઉદ્ધભવી છે.
જીવન ગુજરાન કરવું મુશ્કેલ બન્યું છે
હાલમાં મહેસાણા પંથકમાં રીક્ષા અને પેસેન્જર વાહનો લઈ ફરતા મધ્યમ વર્ગના વાહન ચાલકો માટે વાહનોના હપ્તા, ઘરખર્ચ અને બાળકોના અભ્યાસ સહિતના અન્ય રોજિંદા ખર્ચાઓ સામે વધતા ઇંધણના ભાવોને પગલે પરિવાર અને પોતાના જીવન ગુજરાન કરવું મુશ્કેલ બન્યું છે. ઇંધણના ભાવ વધ્યા છે સામે પેસેન્જરો આજે પણ મુસાફરીનું ભાડું જુના ભાડા મુજબ આપતા વાહન ચાલકોને આવક સ્થિત અને જાવકમાં વધારો નોંધાયો છે.
છેલ્લા સાત માસમાં ઇંધણના ભાવમાં થયેલ વધારો
ઇંધણ | જુની કિંંમત | હાલની કિંમત | વધારો |
સીએનજી | 52.65 | 60.98 | 8.33 |
પેટ્રોલ | 87.70 | 102.19 | 14.49 |
ડીઝલ | 87.34 | 101.52 | 14.18 |