ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા APMCમાં ખેડૂતો નહીં, માત્ર વેપારીઓ આવતાં માલની આવકમાં થયો ઘટાડો - માર્કેટ યાર્ડ

રાષ્ટ્રવ્યાપી કિસાન આંદોલનને પગલે આજે મંગળવારે જ્યારે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લાના APMC માર્કેટયાર્ડ ખેડૂતો અને માલની આવક વિના જ ખુલ્લાં રહ્યાં છે. જો કે, મહેસાણા એપીએમસીમાં પહેલીવાર માર્કેટયાર્ડ ખુલ્લું હોવા છતાં માલ ન આવવાના કારણે સૌથી ઓછી આવક નોંધાઈ હોવાનું જણાયું છે.

મહેસાણા APMCમાં ખેડૂતો નહીં, માત્ર વેપારીઓ આવતાં માલની આવકમાં થયો ઘટાડો
મહેસાણા APMCમાં ખેડૂતો નહીં, માત્ર વેપારીઓ આવતાં માલની આવકમાં થયો ઘટાડો

By

Published : Dec 8, 2020, 5:57 PM IST

  • મહેસાણા APMCમાં જૂજ માલની આવક નોંધાઇ
  • સવારથી સાંજ સુધી નવરાધૂપ બેઠા વેપારીઓ
  • ખેડૂતો ન આવવા પાછળ ભય કે પોતાનો અંગત નિર્ણય હોવાનું ચેરમેનનું નિવેદન
  • મહેસાણા APMCમાં પહેલીવાર ચાલુ માર્કેટયાર્ડમાં માલની સૌથી ઓછી આવક નોંધાઇ

મહેસાણાઃમહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી હોવા પહેલાં ખેતીપ્રધાન જિલ્લો છે. ત્યારે અહીં ખેડૂતોના પ્રશ્નોની વાત હોય ત્યારે હરહમેશ ખેતી અને ખેડૂતોના લાભને ધ્યાનમાં લેવામાં આવતાં હોય છે. જોકે કેન્દ્ર સરકારમાં કૃષિ કાયદામાં સુધારો લાવવાના નિર્ણયથી નારાજ ખેડૂત આલમ આજે દેશમાં બંધનું એલાન જાહેર કરીને પાળી રહી છે. ત્યારે ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં APMC માર્કેટ ચાલુ તો રહ્યાં છે પરંતુ ખેડૂતો માલ લઈ વેચવા માટે પહોંચ્યાં નથી.

મહેસાણા APMCમાં માત્ર વેપારીઓ આવતાં માલની આવકમાં થયો ઘટાડો
  • મહેસાણા એપીએમસી ચેરમેને આપ્યો પ્રતિભાવ

ઈટીવી ભારતની ટીમે જ્યારે સમગ્ર મામલે ચિતાર મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે APMC ચેરમેન એવા રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ખોડાભાઈ પટેલે આજે મહેસાણા APMCનું બંધમાં નહીં જોડાવાનું જણાવ્યું છે. આ સાથે જ તેઓ ખેડૂતો ક્યાંક ભયના ઓથાર હેઠળ માલ લઈ આવ્યાં ન હોવાને પગલે પહેલીવાર APMC માર્કેટ ચાલુ હોવા છતાં સૌથી ઓછી માલની આવક નોંધાઇ છે. તો વેપારીઓની દુકાનો ખુલ્લી છે અને APMCનું કામકાજ પણ રાબેતા મુજબ ચાલુ હોવાની માહિતી આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details