ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં પત્નીની આડા સંબંધે લીધો પતિનો ભોગ, પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - ઉત્તરપ્રદેશના યુવકે કરી આત્મહત્યા

મહેસાણા જિલ્લાના રામોસણા ગામે આવેલા મધુવનગ્રીન સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય યુવકે આત્મહત્યા કરી છે. પરપ્રાંતીય યુવકના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાથી યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

By

Published : Jun 2, 2021, 7:33 AM IST

  • મહેસાણામાં પત્નીની આડા સંબંધે લીધો પતિનો ભોગ
  • ઉત્તરપ્રદેશના યુવકે પત્નીની સંબંધથી ત્રાસી કરી આત્મહત્યા
  • તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાતા તપાસ હાથ ધરી

મહેસાણાઃ જિલ્લાના રામોસણા ગામે આવેલા મધુવનગ્રીન સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય યુવકે આત્મહત્યા (committed suicide) કરી છે. પરપ્રાંતીય યુવકના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાથી યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચોઃપિલવાઈ ગામે પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાથી કરી આત્મહત્યા

ઉત્તરપ્રદેશના પરપ્રાંતીય યુવક બંટીસિંહ ઠાકુર અને તેમની પત્ની રવિના વચ્ચે અવાર નવાર ખટરાગ થતો હતો. આવી પરિસ્થિતિમાં પત્ની રવીના અને અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાને લઇ બન્ને વચ્ચે ભારે તકરાર સર્જાઈ હતી. પત્ની સાથે સંબંધ ધરાવતા શખ્સે બંટીને ખોટી ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

આ પણ વાંચોઃકોટાઃ પૌત્રનો જીવ બચાવવા કોરોના સંક્રમિત દાદા-દાદીએ કરી આત્મહત્યા

મૃતકના ભાઈએ દુષપ્રેરણાના આક્ષેપ સાથે નોંધાવી પોલીસ ફરિયાદ

પતિ પત્ની વચ્ચે થયેલી તકરાર બાદ બંટીએ રૂમનું દરવાજો બંધ કરી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ. બંટીએ રુમનો દરવાજો નહિ ખોલતા તેના નાના ભાઈએ તપાસ કરતા બંટીસિંહ રુમમાં પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યો. બાદ સમગ્ર બનાવ અંગે મૃતક યુવકના ભાઈએ તેની ભાભી અને અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકે મૃતકના ભાઈએ મોત પાછળ દુષપ્રેરણા હોવાના આક્ષેપ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details