ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં દોઢ વર્ષના બાળકે 4 દિવસમાં કોરોનાને હરાવ્યો

મહેસાણા જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં નાના બાળકોથી લઈ વડીલોના જીવ જોખમમાં મુકાયેલા છે. તાજેતરમાં મહેસાણાની એક હોસ્પિટલમાં દોઢ વર્ષના રૂશ્વ નામના એક બાળકે કોરોનાને મ્હાત આપી છે. અહીં ડોક્ટર્સે 4 દિવસમાં બાળકની સારવાર કરી હતી, જેના કારણે બાળકે કોરોનાને હરાવ્યો હતો.

મહેસાણામાં દોઢ વર્ષના બાળકે 4 દિવસમાં કોરોનાને હરાવ્યો
મહેસાણામાં દોઢ વર્ષના બાળકે 4 દિવસમાં કોરોનાને હરાવ્યો

By

Published : Apr 29, 2021, 2:19 PM IST

  • મહેસાણામાં દોઢ વર્ષના બાળકે ગંભીર સ્થિતિમાં પણ 4 દિવસમાં કોરોનાને મ્હાત આપી
  • તમામ રિપોર્ટ અસામાન્ય હોવાથી લોહીના ગઠ્ઠા થઈ ગયા હતા તેમ છતાં બાળક સ્વસ્થ થયું
  • દોઢ વર્ષના બાળકે અસામાન્ય સ્થિતિમાં તબીબોની સારવારની મદદથી કોરોનાને મ્હાત આપી

મહેસાણાઃ જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યાં નાના બાળકો થી લઈ વ્યવૃધ્ધ લોકોના જીવ જોખમે મુકાયેલા છે ત્યારે તાજેતરમાં મહેસાણા ખાતે શનકુઝ હોસ્પિટલમાં એક દોઢ વર્ષના રુશ્વ નામના બાળકે કોરોનાગ્રસ્ત હોવાની સાથે અન્ય રિપોર્ટ પણ અસામાન્ય હોવા છતાં 4 દિવસમાં તબીબો દ્વારા આપવામાં આવેલ સારવારને પગલે પરિસ્થિતિ પર કાબુ મેળવી સ્વસ્થ બન્યો છે

આ પણ વાંચોઃવડોદરામાં માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને આપી મ્હાત

સઘન સારવાર થકી મહેસાણાના 18 માસના રૂશ્વએ કોરોનાને હંફાવ્યો

‘આભને ટેકો દેવાની તાકાત રાખું છું, ભૂલતી નહીં ઓ મુસીબત હું માણસ છું’ કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં સઘન સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દી માનસિક હતાશ થયા વગર મજબૂત મનોબળ સાથે સક્ષમ રીતે ઉભો થાય તે જરૂરી છે. મહેસાણામાં 18 માસના રૂશ્વએ કોરોનાને હરાવી અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

આ પણ વાંચોઃસુરતના સિવિલના ડો.નેહા વર્મા કોરોનાગ્રસ્ત થયાં: 10 દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર જોડાયા

ખેડૂત પુત્ર દોઢ વર્ષના રુશ્વએ સારવાર દરમિયાન કોરોનાને મ્હાત આપી

મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ રૂશ્વ ખેડૂત પૂત્ર છે. 18 માસના આ નાના બાળક કોરોના પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ, રૂશ્વનું મનોબળ મજબૂત હતું. 2500થી વધુ ડી ડિમાઈર હોવા છતાં સઘન સારવાર થકી માત્ર 4 દિવસમાં રજા આપવામાં આવી હતી.

રૂશ્વના તમામ રિપોર્ટ અસામાન્ય હતા છતાં બીમારી પર જીત મેળવી

રૂશ્વના અન્ય રિપોર્ટ કઢાવતા 500થી ઓછું ડિ ડિમાઈર હોવું જોઈએ છતાં તેને 2500થી વધુ ડિ ડિમાઈર આવ્યું હતું. તો સખત તાવ સાથે CRP જે 6 હોવું જોઈએ. તે પણ 10 ગણું એટલે કે 70 જેટલું વધારે આવ્યું હતું. આમ, તમામ અસામાન્ય સ્થિતિ જોવા મળતી હોવા છતાં સારવાર દરમિયાન બાળકે કોરોનાને મ્હાત આપી જીત મેળવી છે.

તબીબોની મહેનત રંગ લાવી

જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અનેક દર્દીઓને નવજીવન મળી રહ્યા છે. સરકારની હોસ્પિટલોમાં સઘન સારવાર અને મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફની રાત દિવસની મહેનત, દર્દીઓ સાથે પરીવારની ભાવના થકી આજે જિલ્લામાં સાજા થયેલા દર્દીઓને દર વધ્યો છે. કોરોના દર્દીઓ પણ મજબૂત મનોબળ સાથે કોરોને મ્હાત આપી આ વૈશ્વિક બીમારીને જાકારો આપે.

ABOUT THE AUTHOR

...view details