ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં પણ મ્યુકોમાઈક્રોસિસના 20થી 25 કેસ સામે આવ્યા

મહેસાણા જિલ્લામાં પણ મ્યુકોમાઈક્રોસિસના કેસ સામે આવ્યા છે. જિલ્લામાં 20થી 25 વ્યક્તિઓ આ બિમારીમાં સપડાયા છે. તંત્ર દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ અને વડનગર GMERS હોસ્પિટલ ખાતે મ્યુકોમાઈક્રોસિસના રિપોર્ટ, ઇન્ડોર સારવાર, ઇન્જેક્શન અને દવાઓ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મ્યુકોમાઈક્રોસિસના કેસ
મ્યુકોમાઈક્રોસિસના કેસ

By

Published : May 12, 2021, 10:03 AM IST

Updated : May 12, 2021, 11:24 AM IST

  • જિલ્લામાં મ્યુકોમાઈક્રોસિસનો અત્યારસુધી 20થી 25 કેસ આવ્યા
  • મહેસાણા સિવિલ અને વડનગર GMERS હોસ્પિટલ ખાતે મ્યુકોમાઈક્રોસિસનની સારવાર
  • કેન્સર, ડાયાબિટીસ અને વધુ ઉંમરના વ્યક્તિઓને મ્યુકોમાઈક્રોસિસ થવાની શક્યતા

મહેસાણા :સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં પણ કોરોનાની સાથે સાથે મ્યુકોમાઈક્રોસિસ નામની બિમારીએ માથું ઊંચક્યું છે. ત્યારે અશ્ચર્યજનક રીતે મહેસાણા જિલ્લામાં 20થી 25 વ્યક્તિઓ આ બિમારીમાં સપડાયા છે. જોકે, જિલ્લામાં હાલમાં આ બિમારીને લઈને કોઈ ખાસ માહિતી કે, વ્યવસ્થા સ્થાનિક સ્તરે ન હોવાથી આ બિમારીથી પીડાતા દર્દીઓને જિલ્લા બહાર સરાવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. તો આ બિમારીનો ખર્ચ પણ મોંઘો છે.
આ પણ વાંચો : વાપીની ખાનગી હોસ્પિટલમાંથી મ્યુકોમાઈક્રોસિસ 2 દર્દીઓને મુંબઈ-સુરત રીફર કરાયા
પ્રાથમિક તબક્કે 10-10 મળી કુલ 20 બેડની વ્યવસ્થા કરવામાં આવશે
જિલ્લામાં કોરોનાના કેસોને લઈ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સતત જહેમત ઉઠાવી રહ્યું છે. તેવામાં કોરોના પછી દર્દીઓને થતી મ્યુકોમાઈક્રોસિસ જેવી બિમારીના અંદાજે 20થી 25 કેસ જિલ્લામાં સામે આવ્યા છે. તંત્ર દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ અને વડનગર GMERS હોસ્પિટલ ખાતે મ્યુકોમાઈક્રોસિસના રિપોર્ટ, ઇન્ડોર સારવાર, ઇન્જેક્શન અને દવાઓ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બન્ને જગ્યાએ પ્રાથમિક તબક્કે 10-10 મળી કુલ 20 બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ: મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની
મ્યુકોમાઈક્રોસિસ શુ છે અને તે કોને થઈ રહ્યું છે
સામાન્ય રીતે અત્યારના સમયમાં કોરોના જેવી ગંભીર બિમારીની કોઈ ચોક્કસ દવા કે સારવાર જોવા મળી નથી. માનવજીવન માટે પડકાર રૂપ વધુ એક બિમારી મ્યુકોમાઈક્રોસિસ નામની બિમારી સામે આવી છે. મ્યુકોમાઈક્રોસિસ નામની આ બીમારી મોટે ભાગે કોરોનાની સારવાર લઈ ચૂકેલા દર્દીઓ, કેન્સરની અસર ધરાવતા દર્દીઓ, ડાયાબીટીસના દર્દીઓ કે વધુ વયના વ્યક્તિઓને થઈ રહી છે.

કોરોના થયા પછી મ્યુકોમાઈક્રોસિસ થઈ રહી

તબીબ અને આરોગ્ય સૂત્રોના એક અંદાજ પ્રમાણે મ્યુકોમાઈક્રોસિસ કોરોનાની બિમારી થયા પછી આ બિમારી થઈ રહી છે. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને સ્ટીરોઇડ કે ભારે ઇન્જેક્શન દવાઓ આપ્યા પછી શરીરમાં ડાયાબીટીસ કે કેટલાક ભાગોમાં ફન્ગસ પ્રકારે ઇન્ફેક્શન ફેલાય છે. જે કેન્સર કરતા પણ વધુ ઝડપે પ્રસરી રહ્યું છે.

Last Updated : May 12, 2021, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details