ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ફરી બુલડોઝરની માર, 200થી વધુ દબાણો કરવામાં આવ્યા ખાલી - Kadi Municipality

મહેસાણાના કડીમાં દબાણ દૂર કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ (Special Drive of Kadi Nagarpalika) શરૂ કરવામાં આવી છે. અહીં નાનામોટા 200થી વધુ દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે.

કડી નગરપાલિકાની આ કાર્યવાહીથી હવે ટ્રાફિકની સમસ્યા થશે હળવી, જૂઓ કઈ રીતે...
કડી નગરપાલિકાની આ કાર્યવાહીથી હવે ટ્રાફિકની સમસ્યા થશે હળવી, જૂઓ કઈ રીતે...

By

Published : May 10, 2022, 3:23 PM IST

Updated : May 10, 2022, 4:06 PM IST

મહેસાણાઃ શહેરમાં ટ્રાફિક પાર્કિંગ અને ફૂટપાથની સમસ્યા દૂર કરવા દબાણ હટાવવામાં (In Kadi, Illegal construction removed) આવી રહ્યા છે. અહીં નાના મોટા 200થી વધુ દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. કડી નગરપાલિકાએ (Kadi Municipality) દબાણ હટાવતા (In Kadi, Illegal construction removed) પહેલા નોટિસ અને જાહેર સૂચનાઓ પણ આપી હતી. આ દબાણ દૂર કરવાની (Special Drive of Kadi Municipality) કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કડીમાં દબાણ દૂર કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ

આ પણ વાંચો-Vadodara Pressure Branch : દબાણ કરતા તત્વો પર તંત્રની સરપ્રાઈઝ વિઝિટ પડી ભારે

નગરપાલિકાએ આપી હતી નોટિસ-સૂચના - કડી નગરપાલિકાએ શહેરમાં વધતા ગેરકાયદેસર દબાણની સમસ્યા ઉકેલવા ખાસ ઝૂંબેશ શરૂ કરી છે. નગરપાલિકાએ દબાણકર્તાઓને નોટિસ અને જાહેર સૂચના પણ આપી હતી. જોકે, શહેરમાં જુદાજુદા વિસ્તારમાં ટ્રાફિક (Traffic Problem solving in Kadi), પાર્કિંગ અને ફૂટપાથ સહિતની સરકારી જગ્યામાં નાનામોટા દબાણ જોવા મળ્યા હતા. અત્યાર સુધી નગરપાલિકાએ 200થી વધુ દબાણોને દૂર કર્યા છે.

આ પણ વાંચો-ભારતના ગૃહપ્રધાનના મત વિસ્તારમાં બુલડોઝર ફર્યું, કોંગ્રેસના નેતાએ ફટકાર્યાં તેજાબી ચાબખા

ટ્રાફિકમાં થશે રાહત - જોકે, નગરપાલિકાની આ કામગીરીથી આસપાસના લોકોને ઘણો ફાયદો થશે. તો આ દબાણ દૂર કરતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે હવે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓનો અંત (Traffic Problem solving in Kadi) આવશે.

Last Updated : May 10, 2022, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details