- મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા અને વિસનગર પાલિકામાં ફિમેલ પાટીદાર પાવર
- મહેસાણા પાલિકામાં પરા અને પાંચોટના નાતે જોડાયેલ પાટીદારી મહિલા પ્રમુખ
- ઊંઝા પાલિકામાં પહેલી વખત બહુમતી સાથે ભાજપના મહિલા પ્રમુખ બન્યા મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા અને વિસનગર પાલિકામાં ફિમેલ પાટીદાર પાવર
આ પણ વાંચોઃવડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જે બાદ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. 4માંથી 3 પાલિકામાં પાટીદાર મહિલા પાવર શાસનમાં આવી છે. મહેસાણા નગરપાલિકામાં પાટીદારોનો ગઢ એવો પરા વિસ્તારની દિકરી અને પાંચોટ ગામની વહુ વર્ષા પટેલના હાથમાં મહેસાણા પાલિકા પ્રમુખનો હોદ્દો આવ્યો છે. જ્યારે ઊંઝામાં રિન્કુ પટેલ પાલિકાના ઇતિહાસમાં વર્ષો બાદ બહુમતી સાથે એક મહિલા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ વિસનગર પાલિકાની જો વાત કરીએ તો વિસનગર પાલિકામાં વર્ષા પટેલ આમ તો અન્ય સમાજના દિકરી છે, પરંતુ તેમણે પાટીદારમાં પ્રેમલગ્ન કરેલ છે. તેઓ ઋષિકેશ પટેલ ધારાસભ્યના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેઓ પણ એક પાટીદારી પરિવારના વહુ હોવાથી વિસનગર પાલિકામાં પ્રમુખ તરીકે તેઓ આવતા પાટીદાર મહિલા પાલિકાના પ્રમુખ તરીકે જોવા મળી રહ્યા છે.