ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ, પોલીસે રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો - Truck

મહેસાણા જિલ્લામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ બની છે. જિલ્લામાં સતલાસણા અને વિજાપુર પંથક સહિતના વિસ્તારોમાં કુદરતી સંપત્તિ સરકાર હસ્તકના ખનીજ સ્ત્રોત આવેલા છે, જેમાં માફિયાઓ પોતાની રાજકીય વગનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર કરી અધિકારીને પોતાના તરફ કરીને ખનીજ ચોરી કરી રહ્યા છે. તાજેતરમાં જ મહેસાણા પોલીસે રેતી અને કપચી જેવા ખનીજ ભરી જતા 9 ટ્રકને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ એક લોડર પણ કબજે કર્યું હતું. આમ, પોલીસે 3.60 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહેસાણામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ, પોલીસે રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
મહેસાણામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ, પોલીસે રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

By

Published : Mar 19, 2021, 1:49 PM IST

  • મહેસાણા જિલ્લામાંથી ગેરકાયદેસર ખનીજ વાહન ઝડપાયા
  • પોલીસે 9 ટ્રક, 1 લોડર સહિત રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
  • સતલાસણાના ગમાનપુરથી 6 વાહનો ઝડપાયા
  • પોલીસે તમામ વાહનોને અટકાવી કાર્યવાહી કરી
  • ગેરકાયદેસર ખનીજ વહન કરી જતા વાહનો સામે તંત્રની દેખાવ પૂરતી કામગીરી

આ પણ વાંચોઃબનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા કરોડોની ખનીજ ચોરી ઝડપવા ડ્રોનનો ઉપયોગ શરૂ

મહેસાણાઃ જિલ્લામાં સતલાસણા અને વિજાપુર પંથક સહિતના વિસ્તારોમાં કુદરતી સંપત્તિ એવા સરકાર હસ્તકના ખનીજ સ્ત્રોત છે, જેમાં ભૂમાફિયાઓ પોતાની રાજકીય વગ કે ભ્રષ્ટાચારને આચરી અધિકારીને વશમાં કરી ખનીજ ચોરીને બેફામ બનાવી ચૂક્યા છે ત્યારે તાજેતરમાં મહેસાણા પોલીસે લાંબા સમય બાદ રસ્તા પરથી પસાર થતા રેતી, કપચી જેવા ખનીજ ભરી જતા 9 ટ્રક ઝડપ્યા છે તો એક લોડર પણ કબજે કર્યું છે. જિલ્લામાં દિવસ દરમિયાન અનેક આવા ટ્રકો ખનીજ ભરી ગેરકાયદેસર વાહન કરી રહ્યા છે ત્યાં પોલીસ દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કહી શકાય એવા માત્ર 9 ટ્રક ઝડપી લેવામાં આવ્યા છે. સરકારી ચોપડે 3.60 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત દર્શવાયો છે.

સતલાસણાના ગમાનપુરથી 6 વાહનો ઝડપાયા
આ પણ વાંચોઃબનાસકાંઠા ખાણ ખનીજ વિભાગનો સપાટો-માત્ર ચાર દિવસમાં જ 32.27 લાખનો દંડ વસુલ કર્યો


સતલાસણામાં રામરાજને પ્રજા સુખીની જગ્યાએ માફિયાઓ સુખી જોવા મળી રહ્યા છે

સતલાસણા વિસ્તારમાં પર્વતીય વિસ્તાર આવેલો હોવાથી અહીં અનેક ખનીજ ચોરી થતી હોવાનો શૂર સ્થાનિકો અને આગેવાનો ઉઠાવી રહ્યા છે. જોકે, ભ્રષ્ટાચારમાં બેહેરા થયેલા તંત્રના આંખ આડા કાન આ અવાજ સાંભળી નથી શકતા ત્યારે પોલીસે પણ સતલાસણાના ગમાનપુર ગામેથી 6 વાહનો ગેરકાયદેસર પરિવહન મામલે જપ્ત કર્યા છે તો મહેસાણા કલેકટર અને ખાણ ખનીજ વિભાગ ક્યારે જાગશે અને સરકારી સંપત્તિ એવો કુદરતી ખજાનો લૂંટાતા ક્યારે બચાવશે તે સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details