- મહેસાણા જિલ્લામાં દરેક ખેત પેદાશનું સરેરાશ 10 ટકા ઉત્પાદન વધ્યું
- વરસાદ સારો રહેતા કૃષિ વાવેતર અને ઉત્પાદનમાં વધારો નોંધાયો
- મહેસાણા જિલ્લામાં ઘઉં, ચણા અને બટાટાનું મબલખ ઉત્પાદન
મહેસાણા:ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાયથી મહેસાણા જિલ્લાની આર્થિક સધ્ધરતા રહેલી છે. ત્યારે ગત ચોમાસાની સિઝનમાં વરસાદ સારો રહેતા જિલ્લા પંથકમાં ઘઉંનું 70 હજાર હેકટર, બટાટાનું 8 હજાર હેકટર અને રાયડાનું 15,000 હેકટર સહિત જુદા-જુદા પાકોનું 10 ટકાથી વધુ વાવેતર થયુ હતું. પરિણામે રવિ સીઝનમાં વાવણી કરાયેલી ખેત પેદાશો તૈયાર થઈ જતા જિલ્લામાં ઘઉં, રાયડો અને બટાટાનું મબલખ ઉત્પાદન જોવા મળ્યું હતુ.