ગુજરાત

gujarat

લાયન્સ ક્લબ દ્વારા હોમગાર્ડ જવાનોને માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું

By

Published : Sep 8, 2020, 6:20 PM IST

બાલાસિનોર ભીમ ભમેરડા મહાદેવ ખાતે બાલાસિનોર હોમગાર્ડ યૂનિટના જવાનોને લાયન્સ ક્લબ દ્વારા માસ્ક, સેનેટાઇર અને હોમિયોપેથીક દવાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Homeguard soldier
Homeguard soldier

મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોરના રમણીય સ્થળ ભીમ ભમેરડા મહાદેવ પરિસરમાં કોરોનાની મહામારીના સમયમાં ફરજ બજાવતા હૉમગાર્ડ યૂનિટ બાલાસિનોરના જવાનોને બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા માસ્ક, સેનેટાઈઝર અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકી અને ઝોન ચેરમેન લાયન્સ મનહરભાઈ ઠાકરના હસ્તે આ દવાનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ ચૌહાણ, લાયન્સ કલબના પ્રમુખ પ્રવીણભાઈ સેવક, બાલાસિનોર PI એમ.બી.મછાર, બાલાસિનોર હોમગાર્ડ ઓફિસ કમાન્ડિંગ ઓફિસર એફ.એફ પઠાણ, હોમગાર્ડના પંકજભાઈ ગાંધી તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સામુહિક આરોગ્ય કેન્દ્ર બાલાસિનોર દ્વારા હોમિયોપેથીક દવાઓનો સહયોગ મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details