મહેસાણાગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશનું નેતૃત્વ જેના હાથમાં છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ વડનગર ( PM Modi Birth place ) ગૌરવવંતુ બન્યું છે. વાત છે એક સફળ પુરુષના શિક્ષણની. પીએમ મોદીના શિક્ષણનો પાયો જ્યાં સ્થપાયો હતો તે ગાયકવાડી શાળાઓના સમયની. 1888માં નિર્મિત એક શાળા વડનગર પ્રાથમિક શાળા, જ્યાં 13 જૂન 1956માં નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાથમિક શિક્ષણની શરૂઆત ( PM Modi School )કરી હતી અને એકથી સાત ધોરણનું પ્રાથમિક શિક્ષણ મેળવી 13 મે 1965ના રોજ શાળા છોડી હતી. પીએમ મોદીનો 72મો જન્મદિવસ છે તેની ઉજવણી નિમિત્તે વડનગરની પ્રેરણા શાળાનો ઇતિહાસ ( History of Vadnagar Primary School )જોઇએ.
પીએમ મોદીના સફળ વ્યક્તિત્વનો પાયો જ્યાં પડ્યો તે વડનગરની પ્રાથમિક કુમાર શાળા નંબર 1 શાળા કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ કેટેગરીમાં મૂકવામાં આવી છે ત્યારબાદ તેઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને પોતાના જીવનની ઘણી એવી સફળતા હાંસલ કરી છે.. આ સફળતાઓ પાછળ પ્રાથમિક શિક્ષણ આપનાર પ્રાથમિક કુમાર શાળાને નરેન્દ્ર મોદી આજે પણ યાદ ( History of Vadnagar Primary School )કરી રહ્યા છે. આ શાળા કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ કેટેગરીમાં મૂકવામાં આવી છે. આ શાળાનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ શાળામાં અભ્યાસ કરતા નરેન્દ્ર મોદી એ જે સફળતા હાસલ કરી છે તેને જોતાં શાળાને પ્રેરણા સ્કૂલનું નામ ( Prerna School of Vadnagar ) આપવામાં આવ્યું છે. જે માટે વડનગર સહિત સમગ્ર ગુજરાત ગૌરવ ( History of Heritage Prerna School )લઈ રહ્યું છે. આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવનાર દિવસમાં ( Vadnagar Prerna School ) વૈભવ પૂર્ણ શિક્ષણ અને સુવિધા મળનાર છે જેનું પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ગૌરવ લઈ રહ્યા છે.
આ શાળામાં ભણનારાં ખૂબ પ્રગતિ પામ્યાં છેજે જ્યારે હેરિટેજમાં સ્થાન પામનાર વડનગરની આ કુમાર પ્રાથમિક શાળા એટલે કે પ્રેરણા સ્કૂલની મુલાકાત લેતા શાળામાં અભ્યાસ કરનાર પૂર્વ વિદ્યાર્થી રાજુભાઈ મોદી જણાવી રહ્યા છે કે ખૂબ ગૌરવની વાત છે કે દેશના વડાપ્રધાને આ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું ( History of Vadnagar Primary School ) છે. મેં પણ આ શાળામાં અભ્યાસ કર્યો હતો. મેં પણ મારા જીવનમાં ઘણી પ્રગતિ કરી છે. સાથે જ આ શાળામાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ મોટાભાગના સારા હોદ્દા ઉપર અને ખૂબ પ્રગતિ પામ્યા છે. આ એ શાળા છે કે જ્યારે વર્ષો પહેલા શિક્ષણ માટે ખૂબ કપરો સમય હતો અને એ સમયે શિક્ષણની સેવા આ શાળામાંથી મળી હતી. આજે ગૌરવની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શાળાને હેરિટેજમાં ( Prerna School of Vadnagar ) સ્થાન અપાવી ખૂબ વિકાસ કરી રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં આ એક જોવાલાયક સ્થળ બનશે. સાથે અહીં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે તેમના માટે એક પ્રેરણા હશે કે સામાન્ય વિદ્યાર્થી આ શાળામાં ભણી વડાપ્રધાન ( PM Modi School ) બની શકતા હોય તો પોતે પણ સારો અભ્યાસ કરી કંઈક કરી બતાવશે.
પીએમ મોદીમાં જોવા મળતાં અનેક ગુણો અહીં વિકાસ પામ્યાંવડનગરની પ્રેરણા સ્કૂલની મુલાકાત દરમિયાન આ શાળાના હેડ માસ્ટરની જવાબદારી જેમની પાસે છે તેવા શિક્ષકને અમે મળ્યાં. તેઓએ આ શાળા ગાયકવાડી સમયમાં અંગ્રેજી ઢબે શિક્ષણ ( History of Vadnagar Primary School ) સેવા આપતી હોવાનું અને તે સમયે શાળાઓ કે શિક્ષણની પદ્ધતિ ખૂબ સામાન્ય હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાનને અભ્યાસ કરાવનાર શિક્ષકોના કહેવા પ્રમાણે નરેન્દ્ર મોદી જ્યારે આ શાળામાં ( PM Modi School )અભ્યાસ કરતા હતાં ત્યારે તેમની અભ્યાસ પ્રત્યેની રુચિ ખૂબ હતી. સાથે વિવિધ પ્રવૃત્તિમાં પણ રુચિ ધરાવી ભાગ લેતા હતાં. સફાઈકામ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તેમાં પણ નરેન્દ્ર મોદીની ભૂમિકા અવ્વલ રહેતી હતી. આમ આજે આ શાળા નરેન્દ્ર મોદીના પ્રાથમિક શિક્ષણની યાદોને ( PM Modi Birthday Childhood memories ) સંભાળી બેઠી છે અને એ જ યાદો હાલની પેઢી માટે કે અહીં આવતા પર્યટકો માટે ગૌરવ અપાવી રહી છે.