ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા દૂધ સાગરની ડેરીમાં વિપુલ ચૌધરી સમર્થક 17 મંડળીઓના મતાધિકારને હાઇકોર્ટે ફગાવ્યો - Dudh Sagar Dairy Election

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીની આખરી મતદાર યાદી ચૂંટણી અધિકારી દ્વારા ગત 11 ડિસેમ્બરે ભારે વિવાદ બાદ પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં 1153ની મતદાર યાદીમાં 27 મંડળીઓને રદ કરવામાં આવી હતી.

cx
cx

By

Published : Dec 30, 2020, 11:48 AM IST

  • ચૂંટણી અધિકારીએ મતદાર યાદીમાંથી 27 મંડળીઓ રદ કરી હતી
  • સિદ્ધપુર-ઊંઝા બેઠકના જાહેર કરાયેલા બંને ઉમેદવારો અશોક ચાૈધરી જૂથના, બિનહરીફ જાહેર નહીં કરી શકાય
  • સિદ્ધપુર-ઊંઝા બેઠકમાં ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં મામલો હાઇકોર્ટમાં હજુ પેન્ડિંગ છે

    મહેસાણાઃ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીની આખરી મતદાર યાદી ચૂંટણી અધિકારી દ્વારા ગત 11 ડિસેમ્બરે ભારે વિવાદ બાદ પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં 1153ની મતદાર યાદીમાં 27 મંડળીઓને રદ કરવામાં આવી હતી. જેમાં 27 પૈકી 17 મંડળીઓએ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેમાં કોર્ટે તેમની પિટીશન રીજેક્ટ કરી ચૂંટણી અધિકારીએ કરેલો હુકમ માન્ય રાખ્યો છે.

    સિદ્ધપુર બેઠક પર અશોક ચૌધરી પેનલના બન્ને ઉમેદવારો બાકી રહેતા બિનહરીફ નહિ થાય

    જેમાં આ મંડળીઓ ડબલ બેન્ચમાં પણ પિટીશન માટે જવાની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે સિદ્ધપુર- ઊંઝા બેઠક માટે હાઇકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા આ બેઠકના હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવાની માૈખિક આદેશ કરતાં ચૂંટણી અધિકારી દ્વારા આ બેઠક માટે બે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.


    કોર્ટના આદેશથી વિપુલ ચૌધરી ગ્રુપના ઉમેદવારો ઉમેદવારી ન કરી શક્યા તો ડબલ બેચમાં ગયા

    સિદ્ધપુર-ઊંઝા બેઠક માટે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવાનો માૈખિક હુકમ કરતાં ચૂંટણી અધિકારીએ બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જાહેર કરાયેલા ઉમેદવારો રમીલાબેન રણજીતસિંહ ઠાકોર અને રહેમતબાનુ મંજુરઅલી બલાસણીયા બંને અશોક ચાૈધરી જૂથના છે. જ્યારે રદ થયેલા ત્રણ ઉમેદવારો વિપુલ ચાૈધરી જૂથના હતા. હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાતાં આ સીટ બિનહરીફને બદલે એક જ જૂથના બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઇ શકે છે. જો કે રદ થયેલા ત્રણ ઉમેદવારો હાઇકોર્ટમાં ગયા હોઇ કોર્ટના હુકમ ઉપર પણ મદાર રહેલો છે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કુલ પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ચૂંટણી અધિકારીએ હાઇકોર્ટ દ્વારા 29 તારીખ સુધી હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ નહીં કરવાની સૂચના આપી હતી. જેમાં મંગળવારે કોર્ટે યાદી જાહેર કરવાનો હુકમ કરતાં કરાઇ હોવાનો પત્ર પણ યાદી સાથે સામેલ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details