ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આપી હાઈકોર્ટે રાહત - Election

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી આગામી 5 જાન્યુઆરીએ થવાની છે, જેને લઈ હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી હતી.

મહેસાણા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આપી હાઈકોર્ટે રાહત
મહેસાણા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આપી હાઈકોર્ટે રાહત

By

Published : Jan 1, 2021, 11:06 AM IST

  • મહેસાણા ડેરીની ચૂંટણી છે આગામી 5 તારીખે
  • વિપુલ ચૌધરીને આપી છે હાઈકોર્ટ રાહત
  • વિપુલ ચૌધરી હવે લડી શકશે ચૂંટણી
  • તેમના સમર્થકો આ નિર્ણયથી થયા ખુશ
  • તેઓ હવે જોડિયા મંડળીમાંથી ચૂંટણી લડી શકશે
    મહેસાણા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આપી હાઈકોર્ટે રાહત

અમદાવાદઃ હાલમાં દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં 2 પેનલ સામસામે છે. દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીની પેનલ સામસામે છે. ત્યારે આજે વિપુલ ચૌધરીને હાઈકોર્ટ દ્વારા રાહત આપતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તેમણે 15એ 15 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો

એક બાજુ વિપુલ ચૌધરીના સમર્થકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ અશોક ચૌધરીની પેનલના સમર્થકોનું કહેવું છે કે, તેમને આ રાહતથી કોઈ જ ફરક પડતો નથી અને તેઓ 15 સીટ પર 100 ટકા જીત મંળવશે.

અત્યારે તો બન્ને પેનલના સમર્થકો બન્ને બાજુ જીતના દાવા કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 5 જાન્યુઆરી કોની જીત થાય છે અને કોની હાર

અત્રે ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીએ મુંગા ઢોરનું ખાણ, દૂધ, ડેરીની મશીનરીથી શરૂ કરીને છેક પાણી સુધીની વ્યવસ્થાઓમાં કૌભાંડોની હારમાળા સર્જી છે. દૂધના પશુપાલકોને નથી મૂક્યા અને તેમના બાળકોને નોકરી આપવાનું કહી, મોટી ફી વસૂલીને ભવિષ્ય બગાડવામાં પણ કંઈ જ બાકી રાખ્યું નથી. તેમણે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની મિલકતમાં જ બોગસ કોલેજ ઊભી કરીને 75થી વધારે યુવાનોને રખડતા કરી મૂક્યા છે. આ ઉપરાંત તેમણે ડેરીમાં પોતાના માનીતા અધિકારીઓને નોકરીએ રાખ્યા સાથે સાથે મળતિયાઓ ચેરમેન અને ડિરેક્ટરોને સાચવવા માટે તેમના પતિ, પુત્રો, દિયર, જમાઈ, ભાણિયા અને ભત્રીજાઓને પણ નોકરીની લ્હાણી કરાવવામાં કંઈ જ બાકી રાખ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details