વરસાદના પગલે શહેરી વિસ્તારોમાં રસ્તાઓ અને શેરી-મહોલ્લામાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. બેચરાજી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિર જવાના માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે. સતલાસણા અને કડીમાં રહેણાંક વિસ્તરોમાં ધમાકેદાર વરસતા વરસાદને પગલે પાણી ઢીંચણ સમાં પાણી ઘરમાં ઘૂસી આવ્યા છે જેને પગલે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
મહેસાણા જિલ્લામાં મેઘમહેર, અનેક કેટલાક વિસ્તારમાં જળબંબાકાર
મહેસાણાઃ એક તરફ રાજ્યમાં ચોમાસુ જામ્યું છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે લાંબા વિરામ બાદ મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી ચડી છે. જિલ્લાના કડી, બેચરાજી સહિત અનેક વિસ્તારોમાં ધીમો તો ક્યાંક અતિરેક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
rainfall
જો કે, વરસાદની તારાજી સામે પાણીનો ભોગ બનેલા અનેક વિસ્તારો અને પરિવારોને વ્હારે સર્વકીય સંસ્થાઓએ આગળ આવી માનવતાનું કાર્ય કરતા ખાવા પીવા સહિતની પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડી રહ્યા છે. મહેસાણામાં કડી, બેચરાજી અને સતલાસણામાં ભારે વરસાદને પગલે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના અમય શહેરોમાં હજુ પણ માત્ર જરમરીયો વરસાદ જ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વહીવટી તંત્રની કોઈ કામગીરી હજુ સુધી જોવા મળી નથી.