ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં સાર્વત્રિક વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું - મહેસાણામાં ભારે વરસાદ

મહેસાણાઃ જિલ્લો ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર બન્યો છે. છેલ્લા બે દિવસમાં સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. તો બીજી તરફ ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેથી સ્થાનિકો પર ચિંતાના વાદળ ઘેરાયાં છે. દિવસેને દિવસે વરસાદી પાણીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી  હાથ ધરવામાં આવી છે.  જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 30.62 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સતલાસણામાં 7.75 ઈંચ વરસાદ અને સૌથી ઓછો જેટાણામાં 1.41 ઈંચ વરસાદ નોંઘાયો છે.

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

By

Published : Oct 1, 2019, 1:24 PM IST

છેલ્લા બે દિવસથી અવિરત વરસતાં વરસાદના કારણે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ ધરોઈ ડેમની જળસપાટી 89.81 ટકા સુધી પહોંચી છે. જેથી તંત્ર સહિત સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો અને મકાન ધરાશાયી થઈ રહ્યાં છે. જેના કારણે વાહનચાલકો અને રહીશોના જીવ જોખમમાં મૂકાયાં છે. આથી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 10.82 ઈંચ વરસાદ નોંધાયો છે.

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં થેયલાં વરસાદની તાલુકાવાર માહિતી
  • મહેસાણા જિલ્લામાં 24 કલાકનો વરસાદ
  • બેચરાજીમાં 2.99 ઈંચ વરસાદ
  • કડીમાં 1.49 ઈંચ વરસાદ
  • ખેરાલુમાં 2.55 ઈંચ વરસાદ
  • મહેસાણામાં 1.65 ઈંચ વરસાદ
  • વડનગરમાં 2.61 વરસાદ
  • વિજાપુરમાં 5.51 ઈંચ વરસાદ
  • વિસનગરમાં 2.83 ઈંચ વરસાદ
  • સતલાસણામાં 7.75 ઈંચ વરસાદ
  • ઊંઝામાં 2.24 ઈંચ વરસાદ
  • જોટાણામાં 1.41 ઈંચ વરસાદ

જિલ્લાના છેવાડે આવેલા પર્વતીય વિસ્તારમાં આવેલ સતલાસણા તાલુકામાં એક જ દિવસમાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી મહોલ્લા અને રસ્તાઓ નદીના વહેણમાં ફેરવાયા હતા. ધરોઈ ડેમની જળસપાટી 88.81 ટકા નોંધાઈ છે. 100 ટકા ડેમ ભરાવવાથી ફક્ત 4 ફૂટ દૂર છે. તો બીજી તરફ ખેતરોનું ધોવાણ થવાના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

આમ, જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 30.62 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સતલાસણામાં 7.75 ઈંચ વરસાદ અને સૌથી ઓછો જેટાણામાં 1.41 ઈંચ વરસાદ નોંઘાયો છે.

ABOUT THE AUTHOR

...view details