- મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યોજી પત્રકાર પરિષદ
- મૃતક માણસને રસી આપવાના કિસ્સા અંગે મૌન સેવ્યું.!
- રાજ્ય આરોગ્ય પ્રધાને મોદી સરકારના 7 વર્ષના શાસનને વાગોળ્યું..!
- ગુજરાતમાં કોરોના કેસ 14,000થી ઘટીને 2,500થી પણ નીચે આવ્યા છે : DYCM
- મહેસાણા જિલ્લામાં 4,19,344 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે : DYCM
મહેસાણા : રાજ્યના આરોગ્ય પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન તેમજ મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ દ્વારા રવિવારના રોજ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેન્દ્રની મોદી સરકારના છેલ્લા 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા. આ સાથે શાસનની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. તેમજ ભાજપના કાર્યકરો અને ભાજપ સંગઠનની કામગીરી અને જનસેવાના કાર્યોની યાદ પણ તેમના સંબોધનમાં વર્ણવી હતી.
આ પણ વાંચો -રાજ્ય સરકાર મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે કટિબદ્ધ: નીતિન પટેલ
રાજ્યમાં કોરના કેસ 14,000થી ઘટી 2,500ની અંદર આવ્યા છે : DYCM
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા ખાતેની પત્રકાર પરિષદમાં સંબોધન સમયે રાજ્યમાં ખુશીના સમાચાર મુદ્દે હાલમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે અને જે 14,000 કેસ આવતા હતા, તે હવે માત્ર 2,500ની અંદર જોવા મળી રહ્યા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,19,344 જેટલા કોરોના કેસો નોંધાયા છે.
આ પણ વાંચો -નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યુ. એન. મહેતા હોસ્પિટલની મુલાકાતે, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક