ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના વિસનગરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જનસેવાના વિવિધ કર્યોનું કર્યુ લોકાર્પણ - Health Minister Hrishikesh Patel

મહેસાણા જિલ્લાના વિસનગરમાં (Hrishikesh Patel in Visnagar) રાજ્ય આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જનસેવાના વિવિધ કર્યોનું લોકાર્પણ કરી IVF સેન્ટર અને RT- PCR મોલેક્યુલર લેબોરેટરીની અદ્યતન સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો હતો.

Hrishikesh Patel inaugurates
Hrishikesh Patel inaugurates

By

Published : Jan 24, 2022, 7:10 AM IST

મહેસાણા:જિલ્લાનાં વિસનગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય એવા રાજ્યના કેબિનેટ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પોતાના મતવિસ્તારમાં હાજરી આપતા જનસેવાના વિવિધ કર્યોનું લોકાર્પણ (Hrishikesh Patel inaugurates) કરી IVF સેન્ટર અને RT- PCR મોલેક્યુલર લેબોરેટરીની (IVF Center and RT-PCR Molecular Laboratory Visnagar) અદ્યતન સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. વિસનગરમાં રાહત દરે સેવા અપાતી જીવનયોગ હોસ્પિટલમાં આરોગ્ય પ્રધાને હાજરી આપી નિઃસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિની રાહત દરે સારવાર મળે અને સંતાન પ્રાપ્તિ થાય માટે IVF સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.

મહેસાણાના વિસનગરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જનસેવાના વિવિધ કર્યોનું કર્યુ લોકાર્પણ

સરકારી સિવિલ હોસ્પિટલમાં RT- PCR મોલેક્યુલર લેબોરેટરીનો પ્રારંભ

બીજી તરફ વિસનગર ક્ષેત્રના નાગરિકોને RT- PCR ટેસ્ટિંગ અને રિપોર્ટ માટે સ્થાનિક કક્ષાએ સેવા મળે તે હેતુ વિસનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં RT- PCR મોલેક્યુલર લેબોરેટરીનો પ્રારંભ કરાવી નિઃશુલ્ક સેવા કાર્યરત કરાવી છે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય પ્રધાને (Health Minister Hrishikesh Patel) ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ આરોગ્યલક્ષી સેવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે અને 2022ના વર્ષમાં અનેક ગણી આરોગ્યલક્ષી સેવામાં વધારો થશે તે પ્રકારે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મહેસાણાના વિસનગરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જનસેવાના વિવિધ કર્યોનું કર્યુ લોકાર્પણ

આ પણ વાંચો: Gujarat Corona Update: હાશ.....રાજ્યમાં કોરોનાના કેસોમાં ધટાડો પણ એક જ દિવસમાં 19 લોકોના મૃત્યુ

આ પણ વાંચો: ભારત સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની જાહેરાત, GIDMને મળ્યું સ્થાન

ABOUT THE AUTHOR

...view details