- મહેસાણામાં આરોગ્ય વિભાગ ચોમાસા પહેલા એક્ટિવ બન્યું
- દવાયુક્ત મચ્છરદાની વિતરણ અને જંતુ નાશક દવાઓનો છંટકાવ કરાયો
- 298 પાણીના કાયમી સ્રોતમાં માછલીઓ મુકવામાં આવી
મહેસાણાઃ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ આરોગ્ય તંત્ર એક્ટિવ બન્યું છે. ચોમાસાની ઋતુ બીમારીઓ માટે જાણીતી છે ત્યારે ચોમાસા પહેલા જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવાના ભાગ રૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાની શરૂઆત કરતા જિલ્લામાં પોરા નાશક કામગીરી કરવામાં આવી છે.
ચોમાસામાં થતા રોગો અટકાવવા જંતુનાશક દવાઓનો છટકાંવ
જિલ્લામાં કરવામાં આવેલી પોરા નાશક કામગીરીમાં કુલ 81 લાખ 32 હજાર 720 પાત્રોની તપાસ કરી 10 હજાર 678 પત્રોમાં પોરા મળી આવતા નાશ કરવામાં આવ્યો છે, તો 298 કાયમી પાણી ભરાઈ રહે તેવા સ્ત્રોતમાં માછલીઓ મૂકી પોરા નાશક કામગીરી કરવામાં આવી છે. વાહક રોગો અટકાવવા જંતુનાશક દવાઓ છંટકાવ સાથે ચિકનગુનિયા અટકાવવા મકાનોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.