ખેરાલુના વઘવાડી ગામે રહેતા એક 70 વર્ષીય પશુપાલક અચાનક અચરજ ભરી બીમારીનો શિકાર બન્યા હતા. જ્યાં તેમની તબિયતની સ્થિતિ ન જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવાયા હતા. જોકે સારવાર માટે ભારે જહેમત ઉઠાવ્યા બાદ પણ પશુપાલકનો જીવ બચી શક્યો ન હતો અને આખરે તેમના રિપોર્ટને જોતા શંકાસ્પદ CCHF હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હતું.
ખેરાલુના વઘવાડીમાં કોંગો તાવનો ભય, દવાનો છંટકાવ - ronak panchal
મહેસાણાઃ ખેરાલુ તાલુકાના વઘવાડી ગામે એક 70 વર્ષીય પશુ પાલકનું કોંગો ફીવરના કારણે મોત થયાનો મામલો સામે આવ્યો હતો. જેને પગલે જિલ્લા પશુપાલન અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતુ. ત્યાં છેલ્લા ત્રણ દિવસ થી પશુઓ પર દવાનો છંટકાવ કરી લોકોને ઉકાળા આપવામાં આવી રહ્યા છે.
જોકે CCHF એટલે કે કોંગોફીવરની દહેશત વર્તતા આરોગ્ય અને પશુપાલન વિભાગે તાત્કાલિક અસર થી અર્સગ્રસ્ત વિસ્તાર વઘવાડી ગામની મુલાકાત લઈ અન્ય લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી.
જોકે કોઈ અન્ય દર્દી આ બીમારી થી પીડાતું ન હોવાનું બહાર આવ્યું હતું.તો અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા ગામમાં આરોગ્ય અને પશુપાલન વિભાગની 4 ટિમો બનાવી વિસ્તારના તમામ પશુઓ પર દવાનો છંટકાવ અને લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં પણ તંત્ર દ્વારા પંથકમાં સર્વેલન્સ કામગીરી થકી રેગ્યુલર રીતે લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.