ગુજરાત

gujarat

ETV Bharat / state

વડનગરમાં હાટકેશ્વર જયંતિની કરાઈ ધામધૂમથી ઉજવણી - vadnagar

મહેસાણા: કહેવાય છે ,કે સૃષ્ટિના સર્જનહાર એવા દેવોના દેવ મહાદેવ વડનગરમાં હાટકેશ્વર સ્વરૂપે બિરાજમાન છે. ત્યારે હાટકેશ્વર જયંતિ નિમિતે વડનગરમાં દાદાની ખાસ પૂજા કરીને નગરચર્યા કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. ત્યારે દાદાના પાવન દર્શન કરીને શ્રદ્ધાળુઓએ પણ ધન્યતા અનુભવી હતી.

હાટકેશ્વર જયંતિ

By

Published : Apr 19, 2019, 10:35 AM IST

વડનગરમાં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર જ્યંતીના દિવસની ભક્તો દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી પરંપરા મુજબ હાટકેશ્વર દાદાની તેરસના દિવસે નગરયાત્રા નીકળે છે. જેમાં હાટકેશ્વર દાદા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈને નગરચર્યા દરમિયાન સમગ્ર નગરની પરિક્રમા કરે છે. આ નગર ચર્યાએ નીકળેલા દાદા હટકેશ્વર પોતાની બહેન ચૈતરેશ્વરી માતાજીને આજના દિવસે સાડીની ભેટ અર્પણ કરે છે અને બાદમાં શોભાયાત્રા પરત મંદિરે ફરે છે.

હાટકેશ્વર જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ

આ યાત્રા દરમિયાન દાદાના દર્શન અને શોભાયાત્રાનો લ્હાવો લેવા દૂર દૂરથી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાસ વડનગરના આ પૌરાણિક મંદિરે દાદાના દર્શને આવે છે.

આમ તો વડનગરમાં બિરાજમાન સ્વયંભૂ દાદા હાટકેશ્વરના દર્શન પૂજનનું ખાસ મહત્વ રહેલું છે. ત્યારે હાટકેશ્વર જ્યંતી નિમિતે ખાસ પ્રકારે ચૌપોરની આરતી પૂજા કરી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વિશેષ શ્લોકોચાર અને દાદાના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details