- વડનગરમાં આવેલું છે હાટકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર
- વડનગરમાં આજે હાટકેશ્વર જ્યંતિની ઉજવણી
- નગરચર્યાએ નીકળ્યા દાદા હાટકેશ્વર
મહેસાણા:વડનગરમાં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરે આજે દાદાની હાટકેશ્વર જ્યંતીની ઉજવણી કરવામાં આવી છે. વર્ષોથી પરંપરા મુજબ હાટકેશ્વર દાદાની નગરયાત્રા નીકળે છે. જેમાં હાટકેશ્વર દાદા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યા દરમિયાન સમગ્ર નગરની પરિક્રમા કરે છે. આ નગર ચર્યાએ નીકળેલા દાદા હાટકેશ પોતાની બહેન ચૈતરેશ્વરી માતાજીને આજના દિવસે સાડીની ભેટ અર્પણ કરે છે અને બાદમાં શોભાયાત્રા પરત મંદિરે ફરે છે. આ યાત્રા દરમિયાન દાદાના દર્શન અને શોભાયાત્રાનો લહાવો લેવા દૂર-દૂરથી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાસ વડનગરના આ પૌરાણિક મંદિરે દાદાના આવે છે. જોકે આ વખતે કોરોનાને લઈ કોઈ ભીડ એકત્ર ન કરી માત્ર મંદિરના પૂજારી અને જૂજ ભક્તોની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં દ્વિદિવસીય મહા શિવરાત્રીની ઉજવણી કરાઇ
જૂજ લોકોની ગેરહાજરીમાં ઉજવણી
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને દર્શનાર્થીઓ અને ભક્તોની ગેરહાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. માત્ર પૂજારી અને મંદિર સંસ્થાનના સંચાલકોની ઉપસ્થિતિમાં ઉજવણી થશે. સાંજે હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવશે. દાદાની પાલખીમાં પણ કોઈ ભીડ એકત્ર કરવામાં આવશે નહિ. જૂજ લોકોની ગેરહાજરીમાં પરંપરાગત હાટકેશ્વર જયંતીની ઉજવણી થશે.