સામાન્ય રીતે રાજ્યના ખેડૂતો 1985માં શોધાયેલી ઉપજની વાવણી કરતાં હોય છે. તેવામાં બદલાયેલા વાતાવરણની સાથે જૂની ઉપજ ખેડૂતો માટે તે જોખમરૂપ બની છે. હાલ ઘઉંના ઉત્પાદનમાં બે રોગ મહત્વના છે. જેમાં થડનો અને પાનનો ઘેરું ઘઉંના ઉત્પાદનને નિષ્ફળ બનાવતો હોય છે. આવા રોગથી બચવા માટે આ કેન્દ્રમાં અનેક પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યાં છે. અહીં આ કેન્દ્ર પર ઘઉંના પરીક્ષણ માટેની આદ્યુનિક મશીનરી વિકસાવાયેલી છે. ગુજરાતમાં આ એકમાત્ર કેન્દ્ર બધા જ સાધનો ધરાવે છે. જેનો લાભ લેતા રાજ્યના કૃષિ પ્રેમી વિદ્યાર્થીઓ પણ આજે ઘઉંના સંશોધનમાં રુચિ કેળવી રહ્યાં છે.
GW322 ઘઉંની નવી જાતના સફળ વાવેતર માટે વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર પુરસ્કૃત
મહેસાણાઃ ભારત કૃષિપ્રધાન દેશ છે. અહીં અનાજની અવનવી પેદાશો શોધાતી રહી છે. મહેસાણાના વિજાપુરમાં ગુજરાતનું એકમાત્ર ઘઉં સંશોધન કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રમાં ઘઉંની એક નવી ઉપજ શોધાઈ છે. આ ઉપજ શોધવા બદલ સંશોધન કેન્દ્ર અને તેના સંશોધકોને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કરાયાં છે. આ કેન્દ્ર દ્વારા ઘઉં નવી જાતનું 100 મિલિયન ટનથી વધુ ઉત્પાદન કરવા બદલ સન્માનિત કરાયું છે.
vijapur
આજે રાજ્યના ગૌરવ સમા એક માત્ર ઘઉં સંશોધન કેન્દ્રની વાત કરતા એટલું ચોક્કસ કહી શકાય કે વિશ્વ ભલે આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળતા મેળવી રહ્યો છે, પરંતુ સંસ્કૃતિ અને પ્રકૃતિનો વારસો ધરાવતા ભારતની કૃષિ ક્રાંતિ આજે પણ અવકાશી ફલક પર જળહળી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ વિજાપુરના ઘઉં સંશોધન કેન્દ્રએ પૂરું પાડ્યું છે.