મહેસાણા: તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડ અને તેમના નિરીક્ષકોની ટીમ દ્વારા વિસનગર, મહેસાણા ખાતે પાનમસાલા, ગુટખાના વેપારીઓને ત્યાં છાપેલી કિંમત કરતા વધારે પૈસા લેતા હોવાની બાતમી મળતા અધિકારીઓ પોતે બનાવટી ગ્રાહક બની સિગારેટ, ગુટખાના પેકેટો ખરીદ કરી તપાસ હાથ ધરી હતી.
મહેસાણામાં ગુટકાના વેપારીઓને ત્યા તોલમાપ વિભાગના દરોડા - વિસનગર ન્યુઝ
મહેસાણા તેમજ વિસનગરમાં શુક્રવારે તોલમાપ ખાતાના અધિકારીઓ દ્રારા પાનમસાલા-ગુટખાના વેપારીઓને ત્યા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં કિંમત કરતા વધારે પૈસા લેતા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રોસીક્યુશન કેસ કરવામા આવ્યા હતાં.
મહેસાણા : તોલમાપ વિભાગના પાનમસાલા-ગુટખાના વેપારીઓ અને દુકાનદારોના ત્યા દરોડા
જેમાં વિસનગરના ગુરૂ પાર્લર, બાપા સીતારામ, ન્યુ કેપીટલ ટ્રેડર્સ-ગંજબજાર તથા મહેસાણાના મહાવીર ટ્રેડર્સ-મુલ્કીભવન, પ્રિયંકા સેલ્સ-આસ્થા કોમ્પલેક્ષ-માલગોડાઉન એમ કુલ પાંચ વેપારીઓ દ્વારા ગુટખા, સિગારેટના પેકેટો પર છાપેલ કિંમત કરતા વધારે પૈસા લેતા આ પાંચ વેપારીઓ સામે ધી પેકેજ કોમોડીટીઝ રૂલસ 2011ના નિયમોના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રોસીક્યુશન કેસ કરવામાં આવ્યો હતો અને કુલ 20000 રૂપિયા દંડની વસૂલાત કરી હતી.