મહેસાણા: ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટીમાં 34મો ગુજરાત સાયન્સ કોંગ્રેસનો 8 ફેબ્રુઆરીથી દ્વિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં 350 અભ્યાસુ અને સંશોધકો દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ પ્રોજેકટ રજૂ કરી આકર્ષણ જમાવ્યું છે.
ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020ની કરાઈ ઉજવણી મહેસાણાના આંગણે અનેરો જ્ઞાન પ્રવાહ પ્રસરાવતી વિદ્યાનગરી ગણપત યુનિવર્સિટીમાં અનેક અભ્યાસક્રમ થકી ભાવિ ભારતના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને રમત-ગમતની શિક્ષા આપવામાં આવે છે, ત્યારે સાયન્સ અને ટેક્નોલોજીમાં પણ આ સંસ્થા કદમ મિલાવવા અનેક પ્રયાસ કરે છે. જે અંતર્ગત શનિવારે દર વર્ષે ઉજવાતો ગુજરાત સાયન્સ કોંગ્રેસનો 34મો ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020 સમારંભ આ વખતે ગણપત યુનિવર્સિટીના સાનિધ્યમાં યોજાયો છે. જેનો પ્રારંભ યુનિવર્સીટીના પ્રો.ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ.મહેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં કરાયો છે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે ફેલો ઓફ નેશનલ એકેડમી ઓફ એન્જિનયરિંગ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમેટિક એનર્જી કમિશન ન્યુ દિલ્હીના ચેરમેન પ્રો. કે.એન.વ્યાસ, નેશનલ એકેડમીના ફેલો પ્રો.શેખર માંડે (ડિરેકટર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ) તેમજ ફેલો ઓફ નેશનલ એકેડમીને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયના ન્યુ દિલ્હીના સેક્રેટરી પ્રો. સંદીપ વર્મા અને એન.આર.ડી.સી. ન્યુ દિલ્હીના ચેરમેન મેનેજીંગ ડિરેકટર ડૉ.એચ.પુરષોતમ ગેસ્ટ ઓફ હોનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
આ દ્વિદિવસીય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા સાયન્સના અંડર ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજ્યુટ વિદ્યાર્થીઓ, સાયન્સ વિષયમાં એમફિલ અને Ph.D કરનારા અભ્યાસુ વિદ્યાર્થીઓ, સ્કૂલ કૉલેજોના સાયન્સ શિક્ષકો અને ચૂનંદા વૈજ્ઞાનિકો મળીને 350 જેટલા વિદ્વાનો ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020માં સહભાગી બન્યા હતા. જેમણે સાયન્સ અને ટેક્નોલીજી તથા અર્થ સાયન્સના વિષય પર પોસ્ટર પ્રોજેકટ રજૂ કરી વિજ્ઞાનને ટેકનોલોજીનું ભારે આકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત રાજ્યની વિવિધ સાયન્સ કૉલેજમાંથી આવી પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેનારા દરેક સ્પર્ધકો પોતે પોતાના પોસ્ટરો રજૂ કરવાની સાથે અન્ય લોકોના પોસ્ટર જોઈ પણ જ્ઞાન મેળવી ખુશ થયા હતા. દરેક સ્પર્ધકો આ પ્રકારના કાર્યક્રમથી પોતાના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનનું રસપાન કરી હાલના 21મી સદીના ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ ગણાતા જમાના સાથે કદમથી કદમ મિલાવવા સક્ષમ બને છે તેવી અનુભૂતિ કરી રહ્યા છે.
ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020ના પ્રારંભે પ્રથમ દિવસે પોસ્ટરમાંથી પસંદગી પામેલા પોસ્ટર બીજા દિવસે રજૂ થશે. જે નિરદર્શન બાદ જે શ્રેષ્ઠ પ્રોજેકટ હશે તેમને પ્રાઈઝ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ દ્વિતીય દિવસે સમાપન સમયે વિજેતા પોસ્ટર માટે ઇનામ વિતરણ કરાશે. આમ ગણપત યુનિવર્સિટી ખાતે દ્વિદિવસીય સાયન્સ વિષય પર ગુજરાત સાયસન્સ કોંગ્રેસ 2020નું રોચક આયોજન સાયન્સની દુનિયામાં વધુ એક સફળતાનું સોપાન પ્રાપ્ત કરશે.