ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Monsoon: ચોમાસામાં વિજપોલ પર કરંટ લાગવાનું જોખમ અટકાવવા PVC પાઇપોનું કવર કરાયું - Power pole

રાજ્યમાં વિધીવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. વરસાદને લઈને તંત્રએ પણ તૈયારી કરી રહ્યું છે. મહેસાણામાં વરસાદમાં વીજ કંરટથી કોઈનુ મૃત્યું ન થાય તે માટે દરેક વીજ પોલ પર PVC કોટીંગ કરવામાં આવ્યું છે.

xxx
Gujarat Monsoon: ચોમાસામાં વિજપોલ પર કરંટ લાગવાનું જોખમ અટકાવવા PVC પાઇપોનું કવર કરાયું

By

Published : Jun 19, 2021, 2:22 PM IST

  • રાજ્યમાં ચોમાસાની વિધીવત શરૂઆત
  • મહેસાણામાં વીજ કંરટથી અક્સ્માત ટાળવા માટે નવો પ્રયાસ
  • 150થી વધુ વીજ પોલ પર PVC કોટીંગ કરવામાં આવ્યું

મહેસાણા : રાજ્યમાં વિધીવત ચોમાસા (Gujarat Monsoon)નું આગમન થઈ ગયુ છે. રાજ્યમા મોટા ભાગના શહેર-જિલ્લામાં મોસમનો પહેલો વરસાદ પડી ચુક્યો છે. ચોમાસાને લઈને તંત્ર પણ સજાગ છે. વરસાદને કારણે ઘણા લોકોના મૃત્યું થતા હોય છે. વરસાદ દરમિયાન કંરટના કારણે પણ ઘણાનો મૃત્યું થતા હોય છે એટલ મહેસાણા પાલિકાએ આગોતરા પગલા રૂપે દરેક વીજ પોલને પાઈપોનુ કવર લગાવ્યું છે, જેના કારણે કોઈને કંરટ ન લાગે અને જાનહાની ટાળી શકાય.

આ પણ વાંચો : RAIN NEWS: મહેસાણામાં વરસાદનું આગમન, ભારે ઉકળાટ બાદ વરસાદને લઈ ઠંડક પ્રસરી

અક્સ્માત ટાળી શકાય

ચોમાસામાં મોટાભાગે વિજલાઈનનું જોખમ વધુ જોવા મળતું હોય છે. મહેસાણા શહેર વિસ્તરમાં વિજલાઈનથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મહેસાણા વિદ્યુત વિભાગની પેટા કચેરી દ્વારા વીજ લાઇન અને વીજ ડીપી પર વૃક્ષની ડાળીઓ સહિતના કેટલાક જોવા મળતા અવરોધો દૂર કરવામાં આવ્યા છે અને LT લાઈનમાં લાગેલા લોખંડના પોલથી કોઈ અકસ્માત ન સર્જાય માટે નવતર પ્રયાસ કરતા શહેરના 700 જેટલા લોખંડના પોલ પર PVC પાઇપથી કોટિંગ કરવામાં આવ્યું છે. આ પ્રયાસ દ્વારા સરળતાથી વરસાદ દરમિયાન કોઈ પશુ પંખી કે માણસ વીજપોલના સંપર્કમાં આવે તો શરીરનો તેટલો ભાગ કવર કરી લેવામાં સરળતા રહે. એક અંદાજ પ્રમાણે વીજ પોળ પર જીવંત કરંટ લિકેઝ થાય તો લોખંડના પોલ પર લાગેલા PVC કવર કેટલાક અંશે સલામતી આપે છે તેથી વીજ લાઇનથી થતો કોઈ જીવલેણ અકસ્માત અટકી શકાચ છે. અત્યાર સુધી 150 થી વધુ વિજપોલને PVC પાઇપોની કવર કરી સજીવો માટે સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા

ABOUT THE AUTHOR

...view details