મહેસાણારાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. તે અંતર્ગત મહેસાણામાં પણ મતદાન થશે. ત્યારે આ વખતે સૌથી વધુ જે બેઠક પર સૌની નજર રહેશે તે છે વિસનગર બેઠક. જી હાં અહીંથી (Visnagar Assembly Constituency) ભાજપે ઋષિકેશ પટેલને (Mehsana Rishikesh Patel BJP Candidate) ફરી એક વાર ચૂંટણી લડવા ઊભા કર્યા છે. તો તેમને ટક્કર આપવા માટે કૉંગ્રેસે પૂર્વ પ્રધાન કિરીટ પટેલને (Kirit Patel Congress Candidate for Visnagar) મેદાને ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીંનો પાટીદારોનો જાણીતો ચહેરો એવા જયંતિ પટેલને (Jayanti Patel AAP Candidate for Visnagar) ટિકીટ આપી છે.
ભાજપના ઉમેદવારભાજપે આ બેઠક પરથી 61 વર્ષીય ઋષિકેશ પટેલને ટિકીટ (Mehsana Rishikesh Patel BJP Candidate) આપી છે. તેમણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમ જ ભાજપના કદાવર નેતા રહ્યા છે. તેમની પાસે વિસનગર બેઠક પર સતત 3 ટર્મથી વિજેતા બનવાનો રેકોર્ડ રહ્યો છે. અને હાલમાં સરકારમાં કેબિનેટ પ્રધાન રહ્યા છે. જોકે વિસનગર ભાજપમાં આંતરિક જૂથવાદ અને સામે અન્ય પક્ષે પાટીદાર ઉમેદવાર હોવાથી મતોનું વિભાજન થવાની શક્યતા છે. જોકે તેમની સામે આ બેઠક પર વિપુલ ચૌધરી ફેક્ટરના વિરોધનો પણ મોટો પડકાર રહ્યો છે.
કૉંગ્રેસના ઉમેદવાર આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે 65 વર્ષીય કિરીટ પટેલ (Kirit Patel Congress Candidate for Visnagar) રહ્યા છે. જેમણે ડિપ્લોમા ફાર્મસી સુધીનો અભ્યાસ કરેલો છે અને તેઓ અગાઉ કૉંગ્રેસ સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા. જોકે, વર્તમાન સમયમાં આ બેઠક ભાજપનો ગઢ હોવાથી જનતાનો વિશ્વાસ કાયમ કરવો અને અહીંના સ્થાનિકોમાં તે અમદાવાદ રહેનાર આયાતી ઉમેદવાર હોવાનો મત અને સમાજિક મતબેન્ક સુરક્ષિત કરવી તેમના માટે પડકાર રહ્યા છે.
AAPના ઉમેદવારઆ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 69 વર્ષીય જયંતિ પટેલ (Jayanti Patel AAP Candidate for Visnagar) રહ્યા છે. જેમણે વકીલાતનો અભ્યાસ કર્યો છે. તેઓ અહીંના પાટીદારોના જાણીતો ચેહરો રહ્યા છે. જોકે, ભાજપનો ગઢ એવી વિસનગર બેઠક પર સામે ભાજપ, કૉંગ્રેસ બંને ઉમેદવારો પાટીદાર હોવાના કારણે સામાજિક રીતે મતોનું વિભાજન અને આગવી રાજકીય વિશેષતા વચ્ચે ત્રીજા વિકલ્પ તરીકે ઉતરેલા આપ માટે જનમત મેળવવો મોટો પડકાર જોવા મળી રહ્યો છે.