ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Surya Namaskar: વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામુહિક સૂર્ય નમસ્કારનો રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું - મોઢેરા સૂર્યમંદિર

2024ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઈતિહાસ સર્જ્યો હતો. એક સાથે રાજયના 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા. આ સાથે પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ભારતે પ્રથમ સિદ્ધિ નોંધાવી દીધી છે.

ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ
ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 4:35 PM IST

Updated : Jan 1, 2024, 7:19 PM IST

મહેસાણા:નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતે તેની પ્રથમ સિદ્ધિ નોંધાવી દીધી છે. આજે રાજ્યમાં 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામૂહિક સૂર્ય નમસ્કાર સાથે ગુજરાતે જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાતની આ સિદ્ધિને બિરદાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એજન્સી X પર જણાવ્યું કે ગુજરાતે એક અનોખી ઉપલબ્ધિ સાથે 2024 નું સ્વાગત કર્યું, 108 સ્થળોએ એકસાથે સામુહિક સૂર્ય નમસ્કાર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેમ આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. આયોજન સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ હાજરી આપી હતી. આ ખરેખર યોગ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને બધાને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. તેના ઘણા ફાયદા છે.

સામૂહિક સૂર્ય નમસ્કારના ભાગરૂપે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સૂર્યોદયના કિરણની જ્યોત સાથે મોઢેરાનું પરિસર સામુહિક સૂર્ય નમસ્કારના વિશ્વ વિક્રમનું સાક્ષી બન્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા.

'વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને 21મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે. આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ અપનાવી છે.' - ભૂપેન્‍દ્ર પટેલ, મુખ્યમંત્રી

ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું: હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 2024ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધિની ઐતિહાસિક નોંધ લેવાઇ છે. ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે ટેકનોલોજીની વ્યસ્તા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારત્મકતા માટે અપીલ કરી હતી.

વિજેતાઓને પુરસ્કાર:રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું. રાજ્યક્ષાના વિજેતાઓને અનુક્રમે ૨.૫૦ લાખ, ૧.૭૫ લાખ અને ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

  1. Patan Surya Namaskar : પાટણમાં રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા
  2. Junagadh Surya Namaskar: જૂનાગઢમાં 75 વર્ષની ઉંમર સુધીની મહિલાઓએ સાડી પહેરીને કર્યા સૂર્ય નમસ્કાર
Last Updated : Jan 1, 2024, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details