મહેસાણા :જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે આજે રોજ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણા ખાતે મતગણતરી (Counting of votes in Mehsana) હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરેક વિધાનસભા દીઠ 14 જેટલા ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર સહિતનો સ્ટાફ મતગણતરીના કાર્યમાં જોડાશે. (Merchant Engineering College counted votes)
કાલે સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી થશેપોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ કોલેજ બહાર પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્રએ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પંચના નિયમ મુજબ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 કલાકે થી શરૂ થશે. મતગણતરી (Mehsana Election Result) સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. (Mehsana assembly seat)