હાલમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે. ત્યાં રાજકીય ગરમાવો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે વિજાપુરમાં શનિવારની રાત્રે સામાન્ય બાબતે આંબેડકર અને બુદ્ધિનગર વિસ્તારના રહીશો વચ્ચે એકા-એક ભારે તકરાર સર્જાઈ હતી. જેમાં બન્ને વિસ્તારના ટોળા સામ-સામે આવી જતા એક બીજા પર પથ્થર મારો કર્યો હતો. આ દરમિયાન બે લોકો ઘવાયા હતા.
વિજાપુરમાં સર્જાયો જૂથ અથડામણ, બે લોકો ઇજગ્રસ્ત - msn
મહેેસાણાઃ વિજાપુરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થર મારો સર્જાયો હતો. આ પથ્થર મારામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે વિજાપુર પોલીસે મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પોટ ફોટો
આ ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વિસ્તારમાં વણસેલી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઇજગ્રસ્તોને સારવાર અપાઈ હતી. જોકે થાળે પડેલી સ્થિતિ ફરીવાર ન વણશે તે માટે સ્થાનિક મામલતદાર અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવી મધ્યસ્થી કરવી પડી હતી. ત્યારે તકરારનું કારણ પોલીસે જાણવા અને બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરી હતી.