- કારની અડફેટે 78 વર્ષીય વૃદ્ધાનું મોત
- બાઇકચાલકને ઇજાઓ થતા સારવાર અપાઈ
- કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ
મહેસાણા રાધનપુર રોડ પર અકસ્માત, બાઈક સવાર વૃદ્ધાનું મોત - અકસ્માત ન્યૂઝ
મહેસાણાના રાધનપુર રસ્તા પરથી પસાર થતાં અજાણ્યા કારચાલકની અડફેટે આવતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે તેમજ પૌત્ર ઈજાગ્રસ્ત છે. આ ઘટના બાબતે મહેસાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાર ચાલકની અડફેટે આવતા દાદીનું મોત નીપજ્યું છે તેમજ પૌત્ર ઈજાગ્રસ્ત
મહેસાણા: રાધનપુર રસ્તા પરથી બાઈક પર પસાર થતા વૃદ્ધા અને પૌત્રને અજાણ્યા કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં બાઇક જમીન પર પટકાતા બાઇકસવાર 78 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇકચાલકને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે.
મહેસાણા રાધનપુર રોડ પર બપોરના સમયે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતાં અલોડા ગામથી પૌત્ર સાથે આધારકાર્ડ કઢાવવા જતા 78 વર્ષીય વૃદ્ધાનુંં મોત નીપજ્યું છે અને બાઇકચાલક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી કારચાલક સામે ફરિયાદ નોંધતા વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 9, 2021, 4:29 PM IST