- ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે
- ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે
- ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ આજે પોતાના વતનમાં આવી છે અને ખૂબ ખુશ છે
મહેસાણાઃ જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે ત્યારે ( Tokyo Paralympic medal winner Bhavina Patel ) ભાવિના પટેલનું ગામ સુંઢિયા પોતાની દીકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે. આજે જોગાનુજોગ ભાવિના પટેલનો જન્મ દિવસ પણ છે. આજે સુંઢિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા તેમજ દાતાઓના સહયોગથી ક્રિશ્નાબા સંકુલ ખાતે ભાવિનાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
સમાજ અને ગામ બંને તરફથી ભવ્ય સન્માન
સુંઢિયા ગામ સોમજી પાટી પરિવાર તથા સમગ્ર ગામે ઉત્સાહથી દીકરી ભાવિના પટેલનું સન્માન કર્યુ હતું અને સન્માનપત્ર પણ અર્પણ કર્યું હતું. સમગ્ર સુંઢિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આબાલ, વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિનાને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં ખેતી તથા કટલરીની દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિનાના લગ્ન અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે થયાં છે. ભાવિના પટેલ ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ)ના કર્મચારી છે.
ભાવિના પટેલની સિદ્ધિઓ