મહેસાણા: સમગ્ર રાજ્યમાં આજે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021)નો માહોલ જામ્યો છે, ત્યારે મતદાનના દિવસે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin patel in maheshana) દ્વારા મહેસાણા નગરપાલિકા (Maheshana municipality) વિસ્તારના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત સહિતના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે..
ગ્રામ પંચાયતની ચુંટણીને રાજકારણ સાથે જોડવી ન જોઈએ: નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું (Nitin patel on Gram Panchayat Election) કે, ગ્રામ પંચાયતની ચુંટણીને રાજકારણ સાથે જોડવી ન જોઈએ અને ભાજપ સિદ્ધાંતિક અને નીતિ વિશે ગ્રામ પંચાયતની ચૂંટણી (Maheshana Gramp panchayat election)માં કોઇ રસ દાખવતી નથી. કોઈ ઉમેદવારના પ્રચારમાં કે તેમની ઉમેદવારી મેન્ડેડ આપવા સહિતની કામગીરી કરતી નથી ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ગ્રામ્ય લેવલે રાખીને લોકો જોડે અને ગ્રામ્ય કક્ષાના ઉમેદવારો માટે યોજાતી ચૂંટણી ગણાવી હતી.