ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લાના TRB જવાનોને અનાજની કીટ આપવામાં આવી - mahesana news

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે તડકામાં પણ ટ્રાફિક નિયમનનું કામ કરતા જિલ્લાના કુલ 113 TRB જવાનોને જિલ્લા પોલીસ વડાના સહયોગથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 113 જેટલી કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના TRB જવાનોને અનાજની કીટ આપવામાં આવી
મહેસાણા જિલ્લાના TRB જવાનોને અનાજની કીટ આપવામાં આવી

By

Published : May 4, 2021, 5:41 PM IST

  • જિલ્લાના કુલ 113 TRB જવાનોને કીટ અર્પણ કરાઈ
  • સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પોલીસ વડાએ કીટ અર્પણ કરી
  • ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી જિલ્લા પોલીસ વડા દ્વારા કીટ વિતરણ કરાઈ

મહેસાણાઃ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા ખાતે સતત રાત-દિવસ TRB તરીકે ફરજ બજાવતા જવાનનો માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મદદરૂપ થવાના આશ્રયથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નામે કાર્યરત એક સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લાના કુલ 113 TRB જવાનનો અને તેમના પરિવારને મદદરૂપ થવા એક પ્રયત્ન કરતા લોટ, દાળ, તેલ, સહિત જીવન જરૂરી કરિયાણાની ચીજ વસ્તુઓની કીટ બનાવી અર્પણ કરવામાં આવી છે.

સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પોલીસ વડાએ કીટ અર્પણ કરી

આ પણ વાંચોઃ વાપીમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 700 પરિવારોને અનાજ કીટનું વિતરણ

જિલ્લા પોલીસ વડાએ TRB જવાનોને આપી કીટ

જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ ઉપરાંત ધખધખતા તકડામાં અને સતત પ્રજાની સેવામાં ઉભા રહેતા TRB જવાનો પ્રત્યે પોતાની લાગણી દર્શવાતા આજે મંગળવારે જિલ્લાના TRB જવાનો આ કીટની સહાય મેળવી ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

જિલ્લાના કુલ 113 TRB જવાનોને કીટ અર્પણ કરાઈ

આ પણ વાંચોઃ ધરમપુર નજીક ગુજરાતની બોર્ડર પર 4 ગામોમાં 70 જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું

ABOUT THE AUTHOR

...view details