ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં 22,584 પરિવારોને નોન NFSA APL અનાજ વિતરણ પૂર્ણ - corona in gujrat

મહેસાણા જિલ્લામાં કોરોનાની મહામારીમાં ગરીબ લોકોને NFSA APLના ધારકોને અનાજ આપવામાં આવે છે. જેમાં 22,584 કુટુંબોને અનાજ આપવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં 22,584 કુટુંબોને નોન NFSA APL અનાજ વિતરણ પુર્ણ
મહેસાણા જિલ્લામાં 22,584 કુટુંબોને નોન NFSA APL અનાજ વિતરણ પુર્ણ

By

Published : Apr 17, 2020, 11:26 AM IST

મહેસાણાઃ 18 એપ્રિલ સુધી જિલ્લાના તમામ નોન NFSA APL ધારકોને અનાજ વિતરણ કરાશે. જિલ્લા વહીવટીતંત્રની અપીલ અન્વયે 128 રાશન ધારકોએ રાશનનો લાભ જતો કર્યો હતો. મહેસાણા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારી સમયે લોકડાઉનની સ્થિતિમાં 22,584 પરિવારોને નોન NFSA APL અનાજ વિતરણ પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલ સુધી નોન NFSA APL કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 128 લાભાર્થીઓએ પોતે સક્ષમ હોઈ તંત્રની અપીલથી આ અનાજનો લાભ જતો કર્યો છે, તો સોસીયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી ફેરપ્રાઇઝ શોપ પર આવતા તમામ ગ્રાહકોને ઓફ લાઇન ઘઉં.ચૉખા, દાળ, ખાંડ સહિત અનાજનો જથ્થો આપવામાં આવી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં 22,584 કુટુંબોને નોન NFSA APL અનાજ વિતરણ પુર્ણ

આ પરિસ્થિતિમાં સરકાર સાથે ફેર પ્રાઇઝશોપના સંચાલકો પોતાની નૈતિક જવાબદારી સમજી દરેક ગ્રાહક સુધી અનાજનો લાભ પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેથી માધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજરતા લોકો પણ આજે લોકડાઉનમાં પરિવારમાં આવકનો સ્ત્રોત થંભી જતા આ સરકારી અનાજનો ઉપયોગ કરી પરિવારનો ગુજારો કરી શક્યા છે, તો લાભાર્થીઓએ પણ સરકારના આયોજનને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે.

મહેસાણા જિલ્લાના કુલ 2,19, 365 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં ન હોય તેવા NON NFSA APL-1 કુટુંબો પૈકી તારીખ 13 એપ્રિલના રોજ 10.30% એટલે કે, કુલ 22,584 કુટુંબોને વિના મુલ્યે ઘઉં, ચોખા, ખાંડ અને ચણા/ચણાદાળનું વિતરણ કરવામાં આવ્યું છે.

માનનીય મુખ્યુપ્રધાન દ્વારા સુખી-સંપન્ન NON NFSA APL-1 રેશનકાર્ડ ધરાવતાં લોકોને લાભ જતો કરવાની અપીલ કરેલી હતી. જે અન્વયે મહેસાણા જિલ્લાના કુલ-128 લોકોએ સ્વૈચ્છિક રીતે લાભ જતો કર્યો હતો.

મહેસાણા જિલ્લામાં 22,584 કુટુંબોને નોન NFSA APL અનાજ વિતરણ પુર્ણ
સરકારે વધુ લાભાર્થીઓનો સમાવેશ કરવા Non-NFSA BPL કુટુંબોને અનાજ ફાળવવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે અત્રેના મહેસાણા જિલ્લામાં કુલ Non-NFSA BPL કુટુંબો-6061 પૈકી 4498 કુટુંબોને ખાંડ તથા મીઠાના મળવાપાત્ર જથ્થા ઉપરાંત વ્યક્તિદીઠ 3.5 કિ.ગ્રા ઘઉં, 2.5 કિ.ગ્રા ચોખા તેમજ કુટુંબદીઠ 1 કિ.ગ્રા ચણા દાળ વિના મૂલ્યે આપવામાં આવે છે.ફુડ સિક્યુરીટી એલાઉન્સ (FSA) અંતર્ગત સુધી મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નોંધાયેલ ધોરણ.1 થી 5ના વિધાર્થીઓને રૂપિયા.64,07,308અને 6 થી 8ના વિધાર્થીઓને રૂપિયા.54,03,911 મળીને રકમ SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) પૈકી 89.42%ની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details