મહેસાણા સ્થિત આવેલ નાગલપુરની સરકારી કુમાર શાળામાં મધ્યહાન ભોજન માટે મોકલાવેલ તુવેર દાળ અને ઘઉંનો જથ્થો સડેલો નીકળતા પુરવઠા વિભાગમાં ચાલતી પોલમપોલ છતી થઈ છે. નાગલપુરની આ શાળામાં ધોરણ 1 થી 8ના 367 વિદ્યાર્થીઓ માટે મધ્યાહાન ભોજન પુરવઠા નિગમ દ્વારા 'સંતોષ કંઝયૂમર' નામની દુકાનથી તુવેરદાળ અને ઘઉંનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. તે શાળામાં શિક્ષકો અને આચાર્ય દ્વારા ચકાસણી કરતા અનાજનો જથ્થો સડેલો અને સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું કરે તેવો હતો. જેને લઇને શાળાના આચાર્યએ લેખિતમાં મામલતદારને રજૂઆત કરી તમામ અનાજનો જથ્થો પરત મોકલ્યો હતો.
મહેસાણા સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યએ કર્યો ઘટસ્ફોટ, મધ્યાહન ભોજનમાં મળે છે સળેલું અનાજ - સુપોષણ અભિયાનનો એવોર્ડ
મહેસાણા: રાજ્યમાં ભ્રષ્ટાચારની ભારે હડકંપ વચ્ચે ભાજપના રાજકીય નેતાઓનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લાને તાજેતરમાં સુપોષણ અભિયાનનો એવોર્ડ મળ્યો છે. પરંતુ, આ વખાણની નરી વાસ્તવિક્તા ત્યારે સામે આવી, જ્યારે સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યએ જ કહ્યું કે, મધ્યાહન ભોજન માટેના ઘઉં અને દાળ સહિતનું અનાજ સળેલું અને બગડેલું છે.
![મહેસાણા સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યએ કર્યો ઘટસ્ફોટ, મધ્યાહન ભોજનમાં મળે છે સળેલું અનાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4756139-thumbnail-3x2-madhy.jpg)
સળેલું અનાજ
મહેસાણા સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યએ કર્યો ઘટસ્ફોટ, મધ્યાહન ભોજનમાં મળે છે સળેલું અનાજ
સરકાર એક તરફ કુપોષણ નાબુદ કરવાના દાવા કરી રહીં છે, ત્યાં તંત્રના પાપે આવી ઘણી ખરી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના નામે સળેલું અને બગડેલું અનાજ આપી ભ્રષ્ટચારને છુટોદોર આપવામાં આવે છે. અહીં સવાલ એ છે કે, શું ભ્રષ્ટાચારની ભૂખ સંતોષવા દેશના ભાવિને સળેલું અનાજ ખવડાવી કેટલું સશક્ત બનાવી શકાય?