ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના 23 ગામડાઓમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું - Government Ayurvedic Hospital Distribution of Infusions

સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા થકી જિલ્લાના 23 ગામડાઓ સુધી ઉકાળાનું વિતરણ કરાયું હતું. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખેરવા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા, તાલુકા ડેલીગેટ, જિલ્લા ડેલીગેટ, સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય અને આશાવર્કર બહેનોના સહયોગથી સમસ્ત 23 ગામોમાં કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા અને સમસમવટીનું વિતરણ કરવામાં આવ્યું છે.

મહેસાણાના 23 ગામડાઓમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
મહેસાણાના 23 ગામડાઓમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

By

Published : Jun 3, 2021, 9:15 PM IST

  • કોરોના મહામારીમાં રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
  • સમસમવટી અને ઉકાળાનું ઠેર ઠેર વિતરણ કરાયું
  • જિલ્લાના 23 ગામડાઓમાં કરાયું વિતરણ

મહેસાણાઃ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા થકી જિલ્લાના 23 ગામડાઓ સુધી ઉકાળાનું વિતરણ કરાયું હતું. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખેરવા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા, તાલુકા ડેલીગેટ, જિલ્લા ડેલીગેટ, સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય અને આશાવર્કર બહેનોના સહયોગથી સમસ્ત 23 ગામોમાં કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા અને સમસમવટીનું વિતરણ કરવામાં આવ્યું છે.

મહેસાણાના 23 ગામડાઓમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

ખેરવા ખાતે નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ જિલ્લા વાસીઓ માટે આશીર્વાદ રૂપ

કોરોના મહામારી સમયે જ્યાં પહેલી લહેરમાં જ એલોપેથી અને આયુર્વેદિક ઉપચાર ચાલી રહ્યા હતા તે સમયે પણ આયુર્વેદિક ચીજ વસ્તુઓનો ઉપયોગ અને ઉપચાર ઘણા લોકો માટે સાર્થક સાબિત થયો હતો. જોકે કોરોનાની બીજી લહેર વચ્ચે પણ આજે આયુર્વેદિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અને ઉપચાર કરતા ખેરવા આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા, ગોઝારીયા, લાંઘનજ, આંબલિયાસન, જોરસંગ, જગુદણ, આખજ, કોચવા, મુલસન, મેઉ, દેવરાસણ, કડવાસણ, સાંગણપુર, સાલડી, પુનાસણ, રામપુરા, જેતલપુર, કુક્સ, રૂપાલ, હેબૂવા, જમનાપુર, તરેટી, બોરીયાવી સહિતના ગામોમાં માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચોઃ બોટાદમાં કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ કરાયું

મોટી સંખ્યામાં દર્દીઓ આયુર્વેદીક ઉપચાર અને ઔષધિથી લઈ રહ્યા છે સારવાર

પ્રતિદિન મોટી સંખ્યામાં દર્દીઓ આયુર્વેદીક ઉપચાર અને ઔષધિથી સારવાર લઈ રહ્યા છે, તો તાજેતરમાં ઇન્ચાર્જ વૈદ્ય રોનકગિરી ગોસાઈ અને તેમની ટીમ દ્વારા કોરોનાને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ઉકાળા અને સમસમવટી સહિતની ઔષધિઓનું વિતરણ કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details