મહેસાણા : ગણપત યુનિવર્સિટીમાં શનિવારે 34 મી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ થયો હતો. જેમાં દેશના વૈજ્ઞાનિકો અને રાજ્યના સાયન્સમાં અભ્યાસ કરતા તેમજ રિસર્ચ કરતાં 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં FNA સેક્રેટરી પ્રો. કે.એન.વ્યાસે જણાવ્યું કે, ઇનોવેશન કરવું હોય તો ત્યારે શોર્ટકટ રસ્તો નથી ચાલતો. ગમે તેટલી વાર નિષ્ફળ જશો પણ રસ્તો છોડવો નહી. રસ્તો છોડી દેશો તો સફળ થવાશે નહી.
આ પ્રસંગે ગુજરાત સાયન્સ કોંગ્રેસ દ્વારા અલગ અલગ ફિલ્ડમાં બેસ્ટ ટીચર્સ મેડલ અને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગણપત યુનિવર્સિટી તથા એન.આર.ડી.સી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ MOU કરતા હવે પછી ગણપત યુનિવર્સિટીના મહત્વનાં સંશોધનો દિલ્હીની આ સંસ્થા અપરુવલ અપાવવા માટે મદદરૂપ થશે.