- હોળી પહેલા વડનગરમાં ઉજવાય છે ઘેરૈયા ચૌદશ
- મોઢ બ્રહ્મણો દ્વારા 800 વર્ષ જૂની પરંપરાની ઉજવણી
- ભક્ત પ્રહલાદ અને હોલિકા દહન સાથે જોડાયેલી છે દંતકથા
વડનગર:ઐતિહાસિક નગરી વડનગરમાં આજે પણ 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા મોઢ બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ રહી છે. આ પરંપરામાં ભક્ત પ્રહલાદની દંતકથા સાથે સાથે પુત્ર પ્રાપ્તિ અને સુખાકારી માટે ઈશ્વરીય શક્તિની આરાધનાનો પણ સમાવેશ થાય છે.
વડનગરમાં 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા ઉજવાઈ આ પણ વાંચો:હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી, ઠાકોરજીને અબીલ-ગુલાલનો રંગ લગાવાયો
વડનગરમાં ઘેરૈયાની અનોખી ઉજવણી
ભારત એ વિભિન્નતામાં એકતાનો સમન્વય ધરાવતો એક દેશ છે. જ્યાં, તમમાં ધર્મના પર્વો ખુશીઓ સાથે મનાવવામાં આવે છે. ત્યારે, હોળીના પર્વ પહેલા મોઢ બ્રાહ્મણો દ્વારા ઐતિહાસિક નગરી વડનગરમાં દંતકથામાં શરુ થયેલી ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરા આજે પણ ઉજવણી કરવામાં આવે છે. વડનગરમાં વર્ષો જૂની આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની હિરણ્યકશ્યપ દ્વારા રાજ્યસભામાં અસુરી વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે, મોઢ બ્રાહ્મણોએ અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી "ભો છડી" ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાર્થના કરી હતી. અંતે, અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતા આ ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.
વડનગરમાં 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા ઉજવાઈ આ પણ વાંચો:હોળી-ધુળેટી પર્વને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન
પ્રથમ સંતાનની પ્રાપ્તિએ યુગલ ઘેરૈયામાં જોડાય છે
વડનગરમાં ઉજવાતી 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇને ગેરીયો ગુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી જ પ્રકારે ગેરિયા રમે છે. આમ પુત્રીપુત્રાદીક, ધનધાન્યની વૃદ્ધિ અને આયુ-આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.