નવલા નોરતાની રમઝટ ઠેર ઠેર જામી છે, ત્યારે 'સાંકળચંદ પટેલ યુનિવર્સિટી' વિસનગર દ્વારા વિદ્યા સંકુલમાં સંસ્કૃતિની ઝાંખી અને વિદ્યાર્થીઓના મનોરંજન માટે થનગનાટ 2019નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
થનગાનટ 2019 અંતર્ગત વિસનગરમાં ગરબાનું આયોજન કરાયુ - સાંકળચંદ પટેલ યુનિવર્સિટી
મહેસાણા: શૈક્ષણિક નગરી વિસનગરના વિદ્યાર્થીઓ દ્વિદિવસીય થનગનાટ 2019 મહોત્સવમાં જોડાયા હતા. મહેસાણા સાંસદ શારદાબેને સંસ્કૃતિના જતન માટે સંદેશ આપી દેશેના યુવાઓ પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કરી દેશમાં રાષ્ટ્રીય ફરજો અદા કરવા આહ્વાન કર્યુ હતુ.
બદલાતા સમય સાથે સંસ્કૃતિની ઝલકનું પણ પરિવર્તન થયુ છે, ત્યારે હવે સાથે અભ્યાસ કરતા સખી-સખાઓ જોડે નવરાત્રીની ઉજવણી કરવા વિસનગર 'સાંકળચંદ પટેલ યુનિવર્સીટી'એ ગત ચાર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી દ્વિદિવસીય થનગનાટ 2019 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થીઓ અને શહેરના શિક્ષણપ્રેમી નાગરિકોએ અહીં મનમૂકીને રાસ ગરબાની મજા માણી હતી. થનગનાટ 2019ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કૃતિનું પ્રોત્સાહન વધારવા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે કાર્યક્રમમાં હાજરી આપી હતી.