ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણપત યુનિવર્સીટીનું USAની લિંકન યુનિવર્સીટી સાથે શૈક્ષણિક સેવાઓ માટે ગઠબંધન કરાયું - Gujarat

મહેસાણા: ગણપત યુનિવર્સીટીને USAની લિંકન યુનિવર્સીટી સાથે જોડાણ કરી મેડિકલ ક્ષેત્રના નવા કોર્ષની સ્વદેશમાં શરૂઆત કરી છે. શિક્ષણએ જીવનનું ઘડતર છે અને શિક્ષણથી જ્ઞાનનો ભંડાર ભરાતો હોય છે, ત્યારે શિક્ષણ અને જ્ઞાનના પ્રવાહને અવિરત રાખવા હંમેશા અગ્રેસર રહેતી ઉત્સાહી એવી મહેસાણાની ગણપત યુનિવર્સીટી દ્વારા USAની લિંકન યુનિવર્સીટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે મેડિકલ અને કાનૂન અને ન્યાય એમ બે મહત્વના ક્ષેત્રે તક પુરી પાડવામાં આવી છે.

ગણપત યુનિવર્સીટીનું USAની લિંકન યુનિવર્સીટી સાથે શૈક્ષણિક સેવાઓ માટે ગઠબંધન કરાયું

By

Published : Jul 11, 2019, 8:00 AM IST

શિક્ષણથી સમાજનો ઉદ્ધાર કરવાનો અનહદ પ્રયાસ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ કરી રહી છે. છતાં પણ ટેકનોલોજી મામલે રાષ્ટ્રમાં હજુ પણ લોકો વિદેશ કરતા 10 ડગલાં પાછળ રહ્યા છે. ત્યારે મેડિકલ ક્ષેત્રે બાયોમેડીકલ સાયન્સનું જ્ઞાન વધારવા વિદેશી સંસ્થાઓ સાથે સંલગ્ન થઈ અંડર ગ્રેજ્યુએટ માટે ગણપત યુનિવર્સીટીનો USAની લિંકન યુનિવર્સીટી સાથે એક કરાર થતા હવે વિશેષ ટેકનોલોજી સાથેનું બાયોમેડીકલ સાયન્સનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

ગણપત યુનિવર્સીટીનું USAની લિંકન યુનિવર્સીટી સાથે શૈક્ષણિક સેવાઓ માટે ગઠબંધન કરાયું

જેમાં પ્રતિવર્ષ 30 વિદ્યાર્થીઓને આ કોર્ષનો લાભ મળશે, તો વધુ અભ્યાસ માટે વિદેશમાં જવાની તક પણ ગણપત યુનીવર્સીટીના આ કોર્ષ થકી પ્રદાન થશે. ગણપત યુનિવર્સીટીમાં કાનૂની અને મેડિકલ ક્ષેત્રે બે નવા અભ્યાસ કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ અને ભારતના શિક્ષણ જગત માટે ધણું ફાયદારૂપ માની શકાય છે.

ABOUT THE AUTHOR

...view details