ગુજરાત

gujarat

ETV Bharat / state

Ganpat University Graduation Ceremony: ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો 15મો પદવીદાન સમારોહ - Ganpat University Mehsana

મહેસાણા ગણપત યુનિવર્સીટીમાં (Ganpat University Mehsana) 15મો પદવીદાન સમારોહ યોજાયો (Ganpat University Graduation Ceremony) હતો, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (awarded to graduate by CM Bhupendra Patel) સહિતના મહાનુભાવોના હસ્તે 3792 વિધાર્થીઓ સાથે 78 વિધાર્થીઓને ગોલ્ડ મેડલ, 20 વિધાર્થીઓને PHDની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

Ganpat University Graduation Ceremony: ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો 15મો પદવીદાન સમારોહ
Ganpat University Graduation Ceremony: ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો 15મો પદવીદાન સમારોહ

By

Published : Dec 5, 2021, 12:35 PM IST

  • ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો
  • મહેસાણા ગણપત યુનિવર્સીટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો
  • મુખ્યપ્રધાનના હસ્તે પદવીઘારકોને ડીગ્રી-મેડલ્સ એનાયત

મહેસાણા: ગણપત યુનિવર્સીટીના 15માં પદવીદાન સમારંભમાં (Ganpat University Graduation Ceremony) કુલ 3792 વિદ્યાર્થીઓ વિવિધ જ્ઞાન-શાખાઓમાંથી પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી ડિગ્રીઓ મેળવી હતી. જેમાં 2684 વિદ્યાર્થીઓનો અને 1104 વિદ્યાર્થીનીઓને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલા અને રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ અને રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પદવી એનાયત (awarded to graduate by CM Bhupendra Patel) કરવામાં આવી હતી.

Ganpat University Graduation Ceremony: ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો 15મો પદવીદાન સમારોહ

આ પણ વાંચો:કોરોના બાદ પ્રથમવાર Gujarat Vidyapith નો 67મો પદવીદાન સમારોહ 9 સ્થળે યોજાયો

ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા 50 ટકા

આ અવસરે તમામ જ્ઞાન-શાખાઓમાં શ્રેષ્ઠતા હાંસલ કરી પોતાનું સ્થાન અગ્રણી વિદ્યાર્થી તરીકે સ્થાપિત કરનારા 78 જેટલાં વિદ્યાર્થીઓને “ગોલ્ડ મેડલ” એનાયત કરાયા હતા, જેમાં 37 જેટલી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે.

Ganpat University Graduation Ceremony: ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો 15મો પદવીદાન સમારોહ

ગણપત યુનિવર્સીટીમાં કૃષિ અને નર્સિંગ કોલેજ શરૂ કરાઇ

15માં પદવીદાન સમારોહમાં ગણપત યુનિવર્સીટી (Ganpat University Mehsana) ખાતે હાજરી આપતા રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે આરોગ્ય વિભાગ દ્વારા મંજુર કરાયેલ નર્સિંગ કોલેજ અને રાઘવજી પટેલના હસ્તે કૃષિ વિભાગ દ્વારા મંજુર કરાયેલ કૃષિ કોલેજની શરૂઆત કરવામાં આવી છે, જે બન્ને કોલેજોનો શુભારંભ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યો હતો.

Ganpat University Graduation Ceremony: ગણપત યુનિવર્સીટીમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો 15મો પદવીદાન સમારોહ

આ પણ વાંચો:VNSGUનો 52માં પદવીદાન સમારંભમાં મેડિકલ ફેકલ્ટીના ડીનની અવગણના

આ સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઈન-ચિફ તેમજ પ્રેસિડેન્ટ ગણપત પટેલ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, ધારાસભ્ય સર્વે શ્રી રમણ પટેલ, કરશન સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ અને પ્રો ચાન્સેલર પ્રો.ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો, ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ શાળા-કોલેજના આચાર્યશ્રીઓ, ફેકલ્ટી-ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, ફેકલ્ટી-મેમ્બર્સ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details