ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણપત યુનિવર્સીટીમાં GNU સાયટેક ફેસ્ટ 2021ની ઉજવણી કરાઈ - mahesana news

મહેસાણામાં અર્બન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ અને વિજ્ઞાન ગુર્જરી દ્વારા બે દિવસીય GNU સાયટેક ફેસ્ટ-2021ની ઉજવણી કરવામાં આવી હતી.

મહેસાણા
મહેસાણા

By

Published : Mar 1, 2021, 7:40 PM IST

  • ગણપત યુનિવર્સીટીમાં દર વર્ષે જુદા જુદા હેતુસર કરાઈ છે ઉજવણી
  • મહાન વૈજ્ઞાનિક સી. વી. રમણની યાદમાં ઉજવાય છે આ દિવસ
  • વિજેતા સ્પર્ધકોનું કરાયું સન્માન
    વિજેતા સ્પર્ધકોનું કરાયું સન્માન

મહેસાણા: અર્બન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ઓનલાઇન અને ઓફલાઇન “GNU સાયટેક ફેસ્ટ-2021” યોજવામાં આવ્યો હતો.

વિજેતા સ્પર્ધકોનું કરાયું સન્માન

મહાન વિજ્ઞાનિક સી. વી. રમણની યાદમાં ઉજવાય છે આ દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા દર વર્ષે થીમ જાહેર કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા “ફ્યુચર ઓફ સાઇન્સ, ટેક્નોલોજી, ઇનોવેશન ઇમ્પેક્ટ ઑન એડ્યુકેશન, સ્કિલલ એન્ડ વર્ક”ની થીમ જાહેર કરવામાં આવી હતી. આ આયોજનમાં મુખ્ય મહેમાન ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો.એ. કે. સિંગવી અને વિજ્ઞાન ગુર્જરીના સચિવ ડો. પ્રશાંત કુંજડિયા જોડાયા હતા. આ ઉજવણીમાં રાજ્યની વિવિધ કોલજો અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓ, જેવી કે, મોડેલ પોસ્ટર, રંગોળી, સાઈટુન, ક્વિઝ અને વકતૃત્વના માધ્યમથી આ થીમ પર વિચાર વ્યક્ત કરાયા હતાં.

સાયટેક ફેસ્ટ 2021

વિજ્ઞાનના વિશેષ પ્રદર્શનો રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

રાજ્યની વિવિધ કોલજો અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ અને ટેક્નોલોજીના નવા સંશોધનો અને તેની સમાજમાં ઉપયોગિતા ઉપર વિવિધ સ્પર્ધાના માધ્યમથી વિચાર વ્યક્ત કર્યા. વિવિધ કોલજો અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામા ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જુદી-જુદી કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કરાયા.

સાયટેક ફેસ્ટ 2021

ABOUT THE AUTHOR

...view details