મહેસાણા: ગુજરાત સરકાર દ્વારા હટીલી બીમારી કહી શકાય એવા કિડનીની તકલીફ માટે વારંવાર ડાયાલિસીસ માટે અધધ ખર્ચ કરતા દર્દીઓને રાહત આપવા ગુજરાત ડાયાલિસીસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. જે આજે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.
મહેસાણા: ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને મળી નિઃશુલ્ક સેવા - Free service to patients under Gujarat Government's Dialysis Project
ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે. મહેસાણાના કડીની સરકારી હોસ્પિટલમાં કિડનીની બીમારીથી પિડાતા દર્દીઓને વિનામૂલ્યો સારવાર આપવામાં આવે છે. જિંદગી અને મોત વચ્ચે જજુમતા દર્દીઓ સરકાર દ્વારા નિઃશુલ્ક સેવા મળતા આભાર માની રહ્યા છે. અહીં આવતા દર્દીઓને મા અમૃતમ યોજનાનો લાભ અને ભાડું પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2013થી કાર્યરત આ ડાયાલિસીસ સેન્ટર પર અત્યાર સુધી 26,000 જેટલા ડાયાલિસીસ થયા છે.
ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને મળી નિઃશુલ્ક સેવા
મહત્વનું છે કે, કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે રક્તનો બદલાવ કરવો જરૂરી હોય છે, ત્યારે આવા દર્દીઓ માટે ખાનગી કે પ્રાઇવેટ ક્ષેત્રે ડાયાલિસીસ કરાવવું ખર્ચાળ બની જાય છે. જો કે, કડીની આ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ હવે નિઃશુલ્ક ડાયાલિસીસ કરાવી સારવાર લઈ રહ્યા છે. સાથે જ દર્દીઓને માં અમૃતમ યોજનાનો લાભ પણ મળી રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલ આવવા જવા સહિત ભાડાના ખર્ચ પેટે આર્થિક સહાય માટે રોકડ રકમ પણ ચૂકવવામાં આવે છે.