ખોટી સોનાની ચેન પધરાવી 2.48 લાખ લોન ઉપાડી ગયા મહેસાણા:મહેસાણા તાલુકાના અંબાલિયાસણ ગામે આવેલ ખાનગી ફાયનાન્સની બ્રાન્ચમાં બે ગઠિયા બ્રાન્ચ મેનેજરની મિલીભગતથી 3 સોનાની નકલી ચેન પધારાવી 2.48 લાખની ગોલ્ડ લોન ઉપાડી ગયા (fraud with gold loan company with false gold chain) હતા. ઘટનાની જાણ ઉપરી અધિકારીને થતા શાખા મેનેજર સહિત 3 ઠગબાજોને પકડી ટેરેટરી મેનેજરે દ્વારા પોલીસ હવાલે કરી ફરિયાદ નોંધવાવમાં આવી છે. જો કે આ બનાવમાં ઠગબજોને નકલી ચેન આપી ઠગાઈનો પ્લાન આપનાર ઠગગુરુ હજુ પોલીસ પકડથી બહાર રહેતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી (police arrested 3 accused) છે.
મેનેજરની મિલીભગત:મહેસાણા તાલુકામાં ફાઇનાન્સિયલ લેવલે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકોની આર્થિક નાજુક સ્થિતિ વચ્ચે એક ખાનગી ફાયનાન્સ કંપનીઓ દ્વારા વિવિધ કેટેગરીની લોન આપવામાં આવતી હોય છે. ગોલ્ડ લોન આપવા જતા એક ખાનગી ફાયનાન્સ કંપનીમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે અંબિલયાસણ ગામે આવેલ આઇ.આઈ.એફ.એલ. નામની ખાનગી ફાયનાન્સમાં ગત 15 અને ડિસેમ્બરના રોજ આશિષ મેકવાન નામનો ઇશમ સોનાની 3 ચેન લઈ ગોલ્ડ લોન લેવા આવેલા હતા. બ્રાન્ચ મેનેજર શશાંગ બારોટે આવેલ શખ્સ આશિષ મેકવાન પરિચિત હોવાનું કહી સ્ટાફને ચેનને કટ ન મારી ખરાઈ કર્યા વિના જ લોન આપવા જણાવી 2,48,200 રૂપિયાની ગોલ્ડ લોન અપાવેલ.
આ પણ વાંચોવડોદરામાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ
ચાર સખ્શ વિરુદ્ધ ફરિયાદ: બાદ બેંકના કર્મચારી દ્વારા ચેન ખોટી હોવાની શંકા આધારે ઉપરી અધિકારી તરીકે ટેરેટરી મેનેજરનો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરાઈ હતી. ટેરેટરી મેનેજર યસ્મિનખાન પઠાણ દ્વારા અંબાલિયાસણની ફાયનાન્સ બ્રાન્ચની મુલાકાત લઈ ચેન મામલે તપાસ કરતા ત્રણેય ચેન ખોટી હોવાની હકીકત સામે આવી હતી. જેને પગલે તેમને યુક્તિ વાપરી છેતરપિંડીથી ગોલ્ડ લોન મેળવનાર આશિષ મેકવાન અને મળેલ માહિતી મુજબ નકલી દાગીના પર લોન લેવા ટેવાયેલા નિકુંજ શાહ સાથે પોતાના બ્રાન્ચ મેનેજર શાશાંગ બરોટને પકડી પોલીસ હવાલે કર્યા હતા. સમગ્ર મામલે પ્રાથમિક તપાસ પૂછપરછ કરાવતા આ ત્રણેય ઠગબાજો તેમના ઠગગુરુ જીગર દેસાઈ નામના ઇશમ સાથે મળી નકલી ચેન પધરાવી છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી હતી. જે આધારે ટેરેટરી મેનેજર યાસ્મિનખાન પઠાણ દ્વારા કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોજાતીય સતામણીના આરોપી રમતગમત પ્રધાને પોતાનો વિભાગ મુખ્યપ્રધાનને સોંપ્યો
ત્રણની અટકાયત:મળતી માહિતી પ્રમાણે ટેરેટરી મેનેજરે પકડી પોલીસને હવાલે કરેલ બ્રાન્ચ મેનેજર અને ગ્રાહક સિવાય ઝડપાયેલા નિકુંજ શાહ નામનો ઠગબજ સખ્શ અગાઉ પણ બેંકોમાં નકલી દાગીના પધરાવી લોન લેવા ટેવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જોકે તાજેતરની ઘટનામ છેતરપિંડીનો ગેમ પ્લાન કરનાર જીગર રબારી હજુ પોલીસ ફરાર રહ્યો છે.