વિસનગરના સદુથલા ગામે રહેતા હર્ષદભાઈ બાસણા કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. તેની સાથે અભ્યાસ કરતા ભાર્ગવ પટેલ મિત્રતા બાંધી વિશ્વાસ જીત્યો હતો. પોતે ONGCમાં પૈસાથી નોકરી અપાવી શકે છે. તેવી લાલચ આપી હતી. હર્ષદ અને તેનો પરિવાર ભાર્ગવની વાતમાં ફસાય ગયા હતાં.
વિસનગરમાં મિત્રને નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખ પડાવ્યા - મહેસાણા
મહેસાણા: વિસનગરમાં મિત્રએ તેના જ મિત્રને ONGCમાં નોકરી અપાવવાનું તરખટ રચી 9.75 લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વિજાપુરના લાડોલ ગામે રહેતો ભાર્ગવ પટેલે અને ભાવસોર ગામમાં રહેતો ચિંતને ONGCના લોગો સાથેના કેટલાક નકલી દસ્તાવેજો બનાવી ભોગ બનનારને બતાવ્યા હતાં. ત્યારબાદ શંકા ન જાય તે માટે આ ઠગબાજોએ હૈદરાબાદમાં ONGCના HR તરીકે કોઈ હિન્દી ભાષી માણસ સાથે વાતચીત પણ કરાવી હતી. એટલું જ નહીં અમદાવાદ ONGC ઓફિસની પણ મુલાકાત કરાવી વિશ્વાસ જીતી લીધો હતો. હર્ષદને ONGCમાં નોકરી મળી જશે તેવું તરખટ રચી હર્ષદના પિતા ભરતભાઇ પટેલ પાસે થી દોઢ વર્ષમાં 9.75 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
અમદાવાદ ખાતે આવેલ ONGCમાં જોઈનિંગ લેટર લેવા હર્ષદ તેના પિતા સાથે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની માહિતી ન મળતા તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આરોપીઓએ તેમના ફોન પણ બંધ કરી દીધા હતા. જેથી હર્ષદના પિતા ભરતભાઈએ વિસનગર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતીં. પોલીસે આ મામલામાં ભાર્ગવ પટેલ, ચિંતન પરમાર અને હૈદરાબાદથી ONGCના અધિકારીની ઓળખ આપનાર આદર્શ રઘુનાથ ગૌરે સામે કાર્યવાહી હાથ ધરી છે.