- કડીમાં એક જ દિવસમાં ચાર જગ્યાએ લાગી આગ
- ગામડાઓમાં ખેતરોમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
- કડી ફાયર ફાઇટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
મહેસાણાઃ ઉનાળાની અને ગરમીની સિઝન ચાલુ થતાની સાથે જ અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં ચાર જગ્યાએ આગ લાગી હતી. કડી ફાયર વિભાગને આગની ઘટના વિશે જાણ થતાં કડી તાલુકાના રંગપુરડા, અણખોલ અને રણછોડપુરા ગામે ખેતરોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં લાગી આગ
મહેસાણાના કડીમાં એક જ દિવસમાં ચાર જગ્યાએ લાગી આગ કડી તાલુકામાં એક જ દિવસમાં ચાર જગ્યાએ આગ લાગવાના બનાવ
આ બાદ વધુ કડી સુજાતપુરા રોડ પર વધુ એક આગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં વિજ DP પર શોર્ટસર્કિટ થતા નીચે પડેલા પુળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવની જાણ થતાં ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કડી તાલુકાના ઓફિસરના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં ચાર જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા છે. આ મેસેજ મળતા જ ફાયર ટીમે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ખેતરોમાં પણ આગ લાગવા પાછળ શોર્ટસર્કિટનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.